જોરાવરનગર પોલીસ દ્વારા ભોગાવો નદીના બાવળની આડમાં છુપાવેલા વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા. - At This Time

જોરાવરનગર પોલીસ દ્વારા ભોગાવો નદીના બાવળની આડમાં છુપાવેલા વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા.


તા.25/10/2022/
બાવળિયા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં વધતી દેશી તથા વિદેશી દારૂની બદીને નાબૂદ કરવાની જિલ્લા અધિક્ષક હરેશ દુધાતની સૂચનાથી જોરાવરનગર પોલીસ ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી હતી. રતનપર વિસ્તારમાં હોવા દરમિયાન ભોગાવાના પટમાં દારૂના કટીંગ અંગે બાતમી મળી હતી.આથી પોલીસ ટીમે હસ્તા પીરની દરગાહ પાસે આવેલી ફકીર સોસાયટીના અલ્લારખ્ખા મોવરના રહેણાક મકાન પાછળ તપાસ હાથ ધરી હતી. જ્યાં બાવળની કાંટની આડમાં એક શખસ કાંઇક છુપાવતો હોવાનુ જણાયું હતું. આથી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા પોતે ફકીર સોસાયટીનો અલ્લારખા સિકંદરભાઇ મોવર હોવાનુ જણાવ્યું હતું આથી તેમની પાસેથી 31 બોટલ વ્હિસકી, 30 બોટલ વિદેશી દારૂ, 45 વ્હિસ્કી બોટલ, બિયરની 45 ચપલા સહિત મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. તેમની પૂછપરછ કરતા આ દારૂ તેમને કારના ચોરખાનામાં છૂપાવીને ફકીર સોસાયટીનો શખ્સ આપી ગયો હોવાનુ ખૂલ્યું હતું.આથી ફકીર સોસાયટીના રહીશ અસરફ રહીમભાઇ ખલીફાને ઝડપી પાડી પૂછપરછ કરતા તેણે આ દારૂ કારના ચોરખાનામાં છુપાવી પહોંચાડ્યાનું ખૂલ્યું હતું.આથી કાર અને મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા હતા.આમ 2 શખસને કિ.રૂ.87,250નો મુદામાલ જપ્ત કરી જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી આ કાર્યવાહીમાં એએઅસઆઇ હેમદીપભાઇ મારવણીયા, સરદારસિંહ, અનિલસિંહ, વિજયસિંહ સહિત સ્ટાફ જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.