આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બોટાદ જિલ્લામાં ‘કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ’ અભિયાન - At This Time

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બોટાદ જિલ્લામાં ‘કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ’ અભિયાન


પ્રશાસન દ્વારા યોજાયેલી ત્રણ દિવસની મેગાડ્રાઈવમાં 24,191 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો

30 સપ્ટેમ્બર,2022 સુધી નિ:શુલ્ક રસીકરણ અભિયાન: 18થી 59 વર્ષ
સુધીના તમામ લોકો પ્રિકોશન ડોઝ લે તેવો અનુરોધ

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત કેન્દ્ર સરકારશ્રીની ભગીરથ પહેલ મુજબ 15 જુલાઈથી 75 દિવસ સુધી 18થી 59 વર્ષની ઉંમરના તમામ લોકોને કોરોના રસીકરણનો નિ:શુલ્ક પ્રીકોશન ડોઝ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં 29 જુલાઈથી 31 જુલાઈ એમ કુલ ત્રણ દિવસ કોવિડ વેક્સીનેશન અંગે મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમા કુલ 24,191 લોકોએ નિ:શુલ્ક રસીકરણનો લાભ લીધો હતો.

બોટાદ જિલ્લામાં ત્રણ દિવસની મેગા ડ્રાઈવ દરમિયાન તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલોમાં રસીકરણ બુથ પર રસીકરણ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 15 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2022 સુધી લોકો કોરોનાનો નિ:શુલ્ક પ્રિકોશન ડોઝ લઈ શકશે. રસીકરણમાં બાકી 18થી 59 વર્ષના તમામ લોકો પ્રિકોશન ડોઝ લે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જાહેર જનતાને અનુરોધ કર્યો છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.