જેસાવાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું અકસ્માત સર્જાતા કરુણ મોત. - At This Time

જેસાવાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું અકસ્માત સર્જાતા કરુણ મોત.


ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રવીણ માવી પોતાની ફરજ પૂરી કરી ધાનપુર પોલીસ મથકે ફરજ બજાવતી પોતાની પત્નીને લેવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા તે દરમિયાન ધાનપુર જવાના માર્ગે ખજૂરી ચોકડી પાસે ઝાડ સાથે અથડાતાં ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું ત્યારે સમય વધુ થઈ જવા છતાં પ્રવીણ માવી ધાનપુર ન પહોંચતા અને તેનો ફોન પણ ન ઉપાડતા હોય જેને પગલે પત્ની સહિત પોલીસ જવાનોએ માર્ગ ઉપર તપાસ કરવા નીકળ્યા હતા જ્યાં ખજૂરી ચોકડી પાસે અકસ્માત સર્જાયો હોવાની જાણ થઈ હતી અને તાત્કાલિક ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ ને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે કોન્સ્ટેબલ મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. પોલીસે ઘટના સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી છે.9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.