આર્ટસ કોલેજ મોડાસામાં બ્યુટીકેર અને ચોકલેટ મેકિંગ વર્કશોપ નું અયોજન કરાયું - At This Time

આર્ટસ કોલેજ મોડાસામાં બ્યુટીકેર અને ચોકલેટ મેકિંગ વર્કશોપ નું અયોજન કરાયું


આર્ટસ કોલેજ મોડાસામાં વુમન ડેવલપમેન્ટ સેલના ઉપક્રમે ઓલ ગુજરાત વુમન્સ ઓર્ગેનાઈઝેશન શક્તિમંચ અમદાવાદ દ્વારા 6 દિવસનો બ્યુટી કેર અને ચોકલેટ મેકિંગ વર્કશોપ નો શુભારંભ કરવામાં આવ્યો. આજે પ્રથમ દિવસે બ્રાઇડલ મેકઅપ, ફેશ ટ્રીટમેન્ટ,હેર ટ્રીટમેન્ટ ની ખૂબ જ સુંદર માહિતી કૌશિકભાઇ ઠક્કર અને સુષ્માબેન પાટીલ દ્વારા પ્રેક્ટીકલ થી આપવામાં આવી. મંડળના ઉપપ્રમુખ શ્રી અને આર્ટસ કોલેજના પ્રભારીમંત્રી મહેન્દ્રભાઇ શાહ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આચાર્યશ્રી ડૉ. દીપકભાઈ જોષી એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનુ આયોજન પ્રા. પુષ્પાબેન ગરાસિયા, ડૉ. મંજુલાબેન સોલંકી, કોકીલાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.