સાબરકાંઠા જિલ્લામાં ચોરી, લૂંટફાટ અને ઘરફોડ તથા વાહનોની ચોરીને અંજામ - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ચોરી, લૂંટફાટ અને ઘરફોડ તથા વાહનોની ચોરીને અંજામ


સાબરકાંઠા જિલ્લામાં ચોરી, લૂંટફાટ અને ઘરફોડ તથા વાહનોની ચોરીને અંજામ આપવા માટે પરપ્રાંતિય ગેંગ સક્રિય છે ત્યારે ર દિવસ અગાઉ ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલ સામે બેંકમાંથી રૂ.૨.૪૦ લાખની રોકડ લઈને જતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ આવી આ રોકડની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ તપાસ એલસીબીને સોંપાઈ હતી. અને તરત જ બાતમી તથા સીસીટીવી ફૂટેજ તપાસીને ઈડરથી અંબાજી જતા રોડ પરથી ત્રણ હિન્દી ભાષીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તેઓ મધ્યપ્રદેશની કડિયા ગેંગના સાગરીતો હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ.૨.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. સોંપાયેલી તપાસના ભાગરૂપે તા.૫ મેના રોજ એલસીબીના સ્ટાફ ઈડર જઈ ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ કેટલાક સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા. ઉપરાંત મળેલી બાતમી બાદ જાણવા મળ્યુ હતુ કે, માથાસુર રામદેવજી મંદિર નજીકથી એક નંબર વગરની બાઈક પર ત્રણ શખ્સો જઈ રહ્યા છે જે આધારે પોલીસે ઈડર-અંબાજી રોડ પર કેટલેક ઠેકાણે વાહન ચેકીંગ શરૂ કર્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.