બાવન ગોળ કડવા પાટીદાર સમાજ દ્વારા નાઈટ ક્રિકેટનું આયોજન - At This Time

બાવન ગોળ કડવા પાટીદાર સમાજ દ્વારા નાઈટ ક્રિકેટનું આયોજન


બાવન ગોળ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજીત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાતા આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૨૪ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી વદરાડ નિલકંઠ ઈલેવન અને સલાટપુર ખોડલ ઈલેવન વચ્ચે ફાઈનલમાં પહોંચતા બંન્ને ટીમો વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં સલાટપુર ખોડલ ઈલેવને પ્રથમ બેંટીગ કરી ૧૪ ઓવરમાં ૨૧૩ રનના આપેલ લક્ષાંક સામે વદરાડ નિલકંઠ ઈલેવન ટીમ ૧૩૬ રનમાં ઓલઆઉટ થઈ જતા સલાટપુર ખોડલ ઈલેવનનો શાનદાર વિજય થતાં વિજેતા ટીમને આયોજકો દ્વારા ટ્રોફી અને રોકડ ઈનામ આપી તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. મેચના અંતે ફાઈનલ મેચનો મેન ઓફ ધ મેચ તરીકે તેજસ પટેલને જાહેર કરાયો હતો. આ પ્રસંગે નાઈટ ટુર્નામેન્ટના આયોજકો. સમાજ અગ્રણીઓ ખાસ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.