બાલાસિનોર કોલેજ રોડ ઉપર રોમિયોગીરી રોમિયોગીરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fixa3qdu3ea2t9vl/" left="-10"]

બાલાસિનોર કોલેજ રોડ ઉપર રોમિયોગીરી રોમિયોગીરી


*બાલાસિનોર કોલેજમાં રોમિયોગીરી વધી : રોડ પર અનેક બાઈક ચાલકો સ્ટંટ કરી રહ્યા છે*
બાલાસિનોર
બાલાસિનોર સેવાલિયા રોડ પર આવેલી કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા અનેક રોમિયોગીરી બતાવતા હોય તેમ પોતાની બાઈકના સ્ટંટ કરી વાહનચાલકોને હેરાન પરેશાન કરી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર બાલાસિનોર સેવાલિયા રોડ ખાતે આર્ટસ કોમર્સ અને સાયન્સ ની કોલેજ આવેલી છે જેમાં આ કોલેજ માં વિદ્યાર્થીઓને છૂટવાના સમયે અમુક રોમિયો ગીરી બતાવવા માટે વિદ્યાર્થીનીઓ આગળ બાઈકના સ્ટંટ કરી હેરાન કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે આ માર્ગ પર હોસ્પિટલ સહિત શાળાઓ આવેલી છે ત્યારે વાહન ચાલકો અને દર્દીઓ સાથે શાળાના બાળકોને આવા રોમિયોગીરી બતાવતા ઈસમો સામે પોલીસ કાર્યવાહી કરે તેવીલોક માંગ ઉઠી છે જ્યારે બીજી તરફ આ માર્ગ પર આવતી શાળામાં ધોરણ આઠ થી 12 ના વિદ્યાર્થીઓ શાળામાં પોતાનું ખાનગી વાહન લઈને આવી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓને વાહનનું લાઇસન્સ ના હોવો છતાં પણ જાહેર માર્ગ પર વાહનો ચલાવી રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા સમગ્ર બાબતે તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

*તસ્વીર ભૌમિક પટેલ બાલાસિનોર*

9714056889


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]