સતલાસણા તાલુકાના રાણપુર ગામના બે શખ્સો વિદેશી દારૂનું વેચાણ કરતા પકડાયા. - At This Time

સતલાસણા તાલુકાના રાણપુર ગામના બે શખ્સો વિદેશી દારૂનું વેચાણ કરતા પકડાયા.


સતલાસણા તાલુકાના રાણપુર ગામમાં થી બાતમીને આધારે પોલીસે રેડ કરતાં ઘરની આગળના શેડ પાછળ જમીનમાં છુપાવેલ 40 બોટલ દારૂ સાથે શખ્સ ઝડપાઇ આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂ અને એક મોબાઇલ મળી 14350નો મુદ્દામાલ કબજે લઇ આ અંગે બે શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સતલાસણા પોલીસને તાલુકાના રાણપુર ગામના બારોટ મેહુલભાઇ રાજુભાઇ અને વાદી જગદીશભાઇ કેશરભાઇ વિદેશી દારૂનો વેપાર કરતા હોવાની બાતમી મળી હતી. જેના અાધારે પોલીસે ઘટના સ્થળે જઇ રેડ કરતાં વાદી જગદીશભાઇ કેશરભાઇને પકડી પૂછપરછ કરતાં તેને બારોટ મેહુલકુમાર રાજુભાઇ દારૂ વેચાણ સારૂ અાપેલ હોવાનું તેમભજ અા દારૂ તેના ઘરની અાગળ શેડના પાછળ જમીનમાં દાટેલ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતાં જમીનમાં દાટેલ 48 બોટલ વિદેશી દારુ મળી આવ્યો હતો. જ્યારે બારોટ મેહુલકુમાર રાજુભાઇ મળી આવ્યો ન હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ અને મોબાઇલ મળી 14350નો મુદ્દામાલ કબજે લઇ વાદી જગદીશભાઇની ધરપકડ કરી બે વિરુધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાજેશ સુથાર

સતલાસણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.