બહુચર્ચિત ટ્વિન ટાવર આખરે જમીનદોસ્ત, જુઓ વીડિયો અને જાણો શું છે સમગ્ર વિવાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/finally-the-controversial-twin-towers-demolished-know-what-the-whole-controversy-is-about/" left="-10"]

બહુચર્ચિત ટ્વિન ટાવર આખરે જમીનદોસ્ત, જુઓ વીડિયો અને જાણો શું છે સમગ્ર વિવાદ


- ધુમાડાના ગોટેગોટાથી ઢંકાઈ ગયું નોએડાનોએડા, તા. 28 ઓગષ્ટ 2022, રવિવારનોએડાના સેક્ટર 93-A સ્થિત ટ્વિન ટાવરને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત આટલી ઉંચી ઈમારતને ધ્વસ્ત કરવામાં આવી છે. ગેરકાયદેસર નિર્માણ ધ્વસ્ત થવાના કારણે આજુબાજુની ઈમારતો પર પણ ખૂબ જ ખરાબ અસર પડી છે. બિલ્ડિંગ ધ્વસ્ત થવાની સાથે જ ધૂળના ગોટેગાટાએ અનેક ફૂટ સુધી તે સમગ્ર વિસ્તાર પર સામ્રાજ્ય જમાવી લીધું હતું. સાથે જ તે આગળ વધીને આજુબાજુની સોસાયટી અને રસ્તાઓ પર પણ છવાઈ ગયું હતું. અનેક કિમી દૂરથી પણ લોકોને તે મહાકાય તોફાન જોવા મળ્યું હતું. ઉપરાંત આજુબાજુની ઈમારતોને સુરક્ષા માટે ઢાંકવામાં આવી હતી તે કપડાં પણ ચિંથરેહાલ થઈ ગયા હતા. ડસ્ટ ક્લાઉડ નીચે બેસે ત્યારબાદ ટીમ ત્યાં નિરીક્ષણ કરશે અને ત્યાર બાદ 6:00 વાગ્યા પછી જ લોકોને ત્યાં પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત બધું સુરક્ષિત હોવાની ખાતરી કર્યા બાદ જ ગેસ સપ્લાય અને ઈલેક્ટ્રિસિટીને રિસ્ટોર કરવામાં આવશે અને ક્લીનિંગ કરાવવામાં આવશે.  ટ્વિન ટાવર્સને ધ્વસ્ત કરવાના હોવાથી સુરક્ષાના ભાગરૂપે આસપાસની સોસાયટીના લોકોને પોતાના સામાન સાથે બહાર મોકલી દેવામાં આવ્યા હતા. એમરાલ્ડ કોર્ટ અને તેને અડીને આવેલી એટીએસ વિલેજ સોસાયટીઓના આશરે 5,000 નિવાસીઓને રવિવારે સવારે 7:00 વાગ્યા સુધીમાં એક દિવસ માટે ઘરની બહાર નીકળવા કહેવામાં આવ્યું હતું. કંપની ભોગવશે ખર્ચોસુપરટેક ટ્વિન ટાવર્સને ધ્વસ્ત કરવા પાછળ આશરે 17.55 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હોવાનું અનુમાન છે. આ ખર્ચો પણ બિલ્ડર કંપની સુપરટેક જ વહન કરશે. તમામ નિયમોને નેવે મુકીને આ ગગનચુંબી ઈમારત નિર્માણ પામી હતી અને એમરાલ્ડ કોર્ટના ખરીદદારો પોતાના ખર્તે તેને બનાવનારા સુપરટેક બિલ્ડર સામે લાંબી કાયદાકીય લડાઈ લડ્યા હતા. ત્યાર બાદ કોર્ટે ટ્વિન ટાવરને ધ્વસ્ત કરવા માટે નિર્ણય સંભળાવ્યો હતો. સેંકડો લોકોએ ટ્વિન ટાવરમાં ફ્લેટ્સ બુક કરાવ્યા હતા અને તે પૈકીના અમુક લોકોને હજુ પણ રિફન્ડ નથી મળ્યું. તેને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા દરમિયાન આજુબાજુના ઘરોને થનારા સંભવિત નુકસાનથી શરૂ કરીને વિસ્ફોટના કારણે જે ધૂળ ઉડશે એ દરેક મામલે ત્યાંના રહેવાસીઓ ડર અનુભવી રહ્યા છે.  ભ્રષ્ટાચારની ગગનચુંબી ઈમારતની શરૂઆત કેવી રીતે થઈઆશરે 1.5 દશકા પહેલા, 23 નવેમ્બર 2004ના રોજ નોએડા સેક્ટર 93-Aમાં સુપરટેક એમરાલ્ડ કોર્ટ માટે જમીનની ફાળવણી થઈ હતી. નોએડા ઓથોરિટીએ તે પ્રોજેક્ટ માટે સુપરટેકને 84,273 વર્ગમીટર જમીન ફાળવી આપી હતી. ત્યાર બાદ 16 માર્ચ 2005ના રોજ લીઝ ડીડ થઈ પરંતુ તે દરમિયાન જમીનની માપણીમાં બેદરકારીના કારણે અનેક વખત જમીન ઓછી-વધુ જણાઈ હતી. આ પણ વાંચોઃ 3,700 કિગ્રા વિસ્ફોટકો વડે વિવાદિત ટ્વિન ટાવર્સ ધ્વસ્તપ્રોજેક્ટનો પ્લાન શું હતો?સુપરટેક એમરાલ્ડ કોર્ટ માટે પ્લોટ નંબર-4 પર ફાળવવામાં આવેલી જમીન પાસે 6.556.61 વર્ગમીટરનો જમીનનો એક ટુકડો સામે આવ્યો હતો જેની વધારાની લીઝ ડીડ 21 જૂન 2006ના રોજ બિલ્ડરના નામે કરી દેવાઈ હતી. પરંતુ તે બંને પ્લોટ્સ 2006માં નકશો પાસ થયો ત્યાર બાદ એક પ્લોટ બની ગયા. સુપરટેકે તેના પર એમરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટ લોન્ચ કરી દીધો. તે પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર સિવાય 22 માળના 16 ટાવર્સ બનાવવાની યોજના હતી. ક્યાંથી શરૂ થયો વિવાદબાદમાં 28 ફેબ્રુઆરી 2009ના રોજ ઉત્તર પ્રદેશ સરકારે નવી ફાળવણી માટે FAR (ફ્લોર એરિયા રેશિયો) વધારવાનો નિર્ણય લીધો હતો અને ત્યાંથી વાત બગડવાની શરૂઆત થઈ હતી. તેના સાથે જ જૂની ફાળવણીમાં કુલ એફએઆરના 33 ટકા સુધી ખરીદવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. એફએઆર વધવાના કારણે બિલ્ડર્સ હવે તેટલી જ જમીન પર વધારે ફ્લેટ્સ બનાવી શકતા હતા. આમ સુપરટેક બિલ્ડરને બિલ્ડિંગની ઉંચાઈ 24 માળ અને 73 મીટર સુધી વધારવાની મંજૂરી મળી ગઈ હતી.  એમરાલ્ડ કોર્ટ પ્રોજેક્ટના ખરીદદારોએ તે સમયે પણ કોઈ વિરોધ નહોતો કર્યો પરંતુ જ્યારે ફરી રિવાઈઝ્ડ પ્લાનમાં તેની ઉંચાઈ 40 અને 39 માળ કરવાની સાથે જ 121 મીટર સુધી વધારવાની મંજૂરી મળી ત્યાર બાદ વિરોધ શરૂ થયો હતો. નકશા પ્રમાણે જ્યાં 32 માળના એપેક્સ અને સિયાને ઉભા હતા ત્યાં ગ્રીન પાર્ક દર્શાવવામાં આવેલો હતો. ઉપરાંત ત્યાં એક નાની બિલ્ડિંગ બનાવવાની પણ જોગવાઈ હતી. આ પણ વાંચોઃ ટ્વિન ટાવરમાં વિસ્ફોટ સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે, અમુક દિવસો સુધી રહેવું પડશે સાવધઓથોરિટીની કોઈ મદદ ન મળીRWAએ આ મામલે બિલ્ડર સાથે વાત કરીને નકશો દેખાડવાની માગણી કરી હતી પરંતુ બિલ્ડરે લોકોને નકશો નહોતો દેખાડ્યો. ત્યારે RWAએ નોએડા ઓથોરિટી પાસે નકશાની માગણી કરી હતી પરંતુ ત્યાંથી પણ મદદ નહોતી મળી. એપેક્સ અને સિયાનેને ધ્વસ્ત કરાવવા માટેની આ લાંબી લડતમાં સામેલ યુ બી એસ તેવતિયાના કહેવા પ્રમાણે કોઈ મદદ ન મળતા 2012માં અલ્હાબાદ હાઈકોર્ટના બારણે ટકોરા મારવા પડ્યા હતા. કોર્ટે પોલીસને તપાસના આદેશ આપ્યા હતા અને તપાસમાં પોલીસને ખરીદદારોના આરોપો સાચા જણાયા હતા. તપાસ રિપોર્ટ દબાવી દેવાયોતેવતિયાના કહેવા પ્રમાણે તે તપાસ રિપોર્ટને પણ દબાવી દેવામાં આવ્યો હતો. ઓથોરિટીએ બિલ્ડરને નોટિસ પણ મોકલી હતી પરંતુ કદી બિલ્ડર કે ઓથોરિટીએ ખરીદદારોને નકશો ન બતાવ્યો. 2012માં સમગ્ર કેસ અલ્હાબાદ હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે એપેક્સ અને સિયાનેના માત્ર 13 માળ જ બન્યા હતા પરંતુ બાદમાં માત્ર 1.5 જ વર્ષમાં સુપરટેકે 32 ફ્લોર સુધી બાંધકામ કરી દીધું હતું. ટ્વિન ટાવર્સ જમીનદોસ્ત કરવા કોર્ટનો આદેશબીજી બાજુ કોર્ટમાં કેસ ચાલુ રહ્યો અને 2014માં હાઈકોર્ટે તેને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો એટલે 32 માળ બાદ આગળનું બાંધકામ અટકી પડ્યું. સુપરટેક અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારવા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું હતું. જોકે ત્યાં પણ કોઈ રાહત ન મળી અને સુપ્રીમ કોર્ટે 31 ઓગષ્ટ 2021ના રોજ 3 મહિનાની અંદર ટ્વિન ટાવર્સને જમીનદોસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. બાદમાં તારીખ લંબાવીને 28 ઓગષ્ટ 2022 કરી દેવાઈ હતી. જાણો ફ્લેટ ખરીદનારાઓનું શું થયું?ટ્વિન ટાવર્સ ધ્વસ્ત કરાયા બાદ સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે, જે લોકોએ તેમાં ફ્લેટ ખરીદ્યા હોય તેમનું શું થશે? કુલ 711 ગ્રાહકોએ તેમાં ફ્લેટ્સ બુક કરાવ્યા હતા. તે પૈકીના 652 ગ્રાહકો સાથે સુપરટેકે સેટલમેન્ટ કરી દીધું છે. તેમાં બુકિંગ એમાઉન્ટ અને વ્યાજ સહિત રિફંડનો વિકલ્પ અજમાવવામાં આવ્યો છે. માર્કેટ કે બુકિંગ વેલ્યુ તથા ઈન્ટરેસ્ટની રકમ બરાબર પ્રોપર્ટી આપવામાં આવી છે. બિલ્ડરે પ્રોપર્ટીની રકમ ઓછી કે વધુ હોવા પર પૈસા રિફંડ કર્યા અથવા વધારાની રકમ લીધી છે. જે લોકોને બદલામાં સસ્તી પ્રોપર્ટી આપવામાં આવેલી તેમને હજુ બાકી રકમ નથી મળી. જ્યારે 59 ગ્રાહકોને હજુ રિફંડ નથી મળ્યું. રિફંડ માટેની અંતિમ તારીખ 31 માર્ચ 2022 હતી. 200-300 કરોડના ખર્ચે બાંધકામસુપરટેકને કુલ 950 ફ્લેટ્સ ધરાવતા 2 ટાવર બનાવવામાં 200થી 300 કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો. તેને ધ્વસ્ત કરવા માટેનો આદેશ મળ્યો તે પહેલા જ તે ફ્લેટ્સની માર્કેટ વેલ્યુ વધીને 700થી 800 કરોડે પહોંચી ગઈ હતી. જાણો કોના સામે શું કાર્યવાહી થઈનોએડા ડેવલપમેન્ટ ઓથોરિટી અને બિલ્ડરની મિલિભગતના કારણે નિયમોને કોરાણે મુકીને ટ્વિન ટાવર્સનું નિર્માણ થયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ 1.5 દશકાથી પણ જૂના કેસની તપાસ કરાવી હતી અને 4 સદસ્યોની સમિતિ રચવામાં આવી હતી. તપાસના રિપોર્ટના આધાર પર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ નિર્માણની મિલિભગતમાં સામેલ 26 અધિકારીઓ અને કર્મચારીઓ, સુપરટેક લિમિટેડના ડિરેક્ટર્સ અને તેમના આર્કિટેક સામે કાર્યવાહી કરવામાં આવી. આ ભ્રષ્ટાચારમાં સામેલ વિવિધ ઓથોરિટીના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરીને તેમના વિરૂદ્ધ ડિસિપ્લીનરી એક્શન પણ શરૂ કરવામાં આવી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]