સાબરકાંઠા જિલ્લાના-: ચાઇનીઝ દોરી માંઝા અને તુક્કલના વેચાણ તેમજ ગેરકાયદેસર વ્યાજ વસુલ કરતા ઈસમો વિરુદ્ધની ફરીયાદોના નિકાલ તેમજ લોક જાગૃતી લાવવા બાબતે માહિતી પ્રસારીત કરતી ઇડર પોલીસ..... - સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર રેન્જ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિશાલકુમાર - At This Time

સાબરકાંઠા જિલ્લાના-: ચાઇનીઝ દોરી માંઝા અને તુક્કલના વેચાણ તેમજ ગેરકાયદેસર વ્યાજ વસુલ કરતા ઈસમો વિરુદ્ધની ફરીયાદોના નિકાલ તેમજ લોક જાગૃતી લાવવા બાબતે માહિતી પ્રસારીત કરતી ઇડર પોલીસ….. ——————————————————————————————————- સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર રેન્જ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિશાલકુમાર


સાબરકાંઠા જિલ્લાના-: ચાઇનીઝ દોરી માંઝા અને તુક્કલના વેચાણ તેમજ ગેરકાયદેસર વ્યાજ વસુલ કરતા ઈસમો વિરુદ્ધની ફરીયાદોના નિકાલ તેમજ લોક જાગૃતી લાવવા બાબતે માહિતી પ્રસારીત કરતી ઇડર પોલીસ.....
-------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર રેન્જ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલાજી સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચાઇનીઝ દોરી માંઝા અને તુક્કલ વેચાણ તેમજ ગેર કાયદેસર વ્યાજ વસુલ કરતા ઇસમો વિરુદ્ધની ફરીયાદોના નિકાલ તેમજ લોક જાગૃતી લાવવા અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઇડર વિભાગનાઓની સૂચના આધારે આજરોજ તા.૦૯/૦૧/૨૦૨૩ ના ૬,૧૬/૩૦ થી ૬.૧૮/૦૦ સુધી એ.પી.એમ.સી ઇડરના સભા ખંડમાં અમો પી,એમ.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ઇડર નાઓએ ઇડર ટાઉન તેમજ આજુબાજુ વિસ્તારના પતંગ દોરી વેચતા વેપારીઓ તથા સૌની કામ કરતા વેપારીઓ શાક માર્કેટના વેપારી તથા ફેરીયાઓ તથા ઓટો કસરના માલીકો તથા વ્યાજે ધીરાણ કરતા વેપારી તથા ફાયનાન્સરો તથા મજુરી કામ કરતા કામદારો તેમજ મીડીયાના મિત્રો સાથે લોક દરબાર યોજવામાં આવેલ જેમા વ્યાપારીઓ સહીત કુલ ૫૦ જેટલા આગેવાનો તેમજ છ જેટલા મીડીયાના મિત્રો હાજર રહેલ અને તમામને ચાઇનીઝ દોરી માંઝા તથા તુક્કલના ઉપયોગ તેમજ વેચાણ ઉપર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા પ્રતીબંધ મુકવામાં આવેલ છે,તે બાબતે તેમજ ચાઇનીઝ દોરી માંઝા તથા તુક્કલના ઉપયોગ વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખુબજ જોખમી છે અને તેનો ઉપયોગ કરવો સજા પાત્ર ગુન્હો છે તે બાબતે હાજર તમામને સમજ આપવામાં આવી તેમજ હાજર રહેલ..

તમામ સભ્યોને અપિલ કરવામાં આવેલ કે જો આપની પાસે ચાઇનીઝ દોરી માંઝા અથવા તુક્કલના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ કરતા વિષે માહીતી હોય તો અમોને રૂબરૂમાં અથવા અમારા મોબાઇલ નંબર ૯૦૯૯૦૨૩૫૯૦ ઉપર અથવા ઇડર પોલીસ સ્ટેશના ટેલીફોન નંબર ૦૨૭૭૮ ૨૫૦૦૨૪ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ-૧૦૦ નંબર ઉપર જાણ કરવા તેમજ જે કોઇ વ્યક્તિ જાણ કરશે અથવા માહીતી આપશે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તે મુજબ સમજ કરવામાં આવી તેમજ આજ સુધી ઇડર પોલીસે ચાઇનીઝ દોરી માંઝા ગેરકાયદેસર રાખવા બાબતે ત્રણ ઈસમો ઉપર કાર્યવાહી કરે છે જે માહિતી આપવામાં આવી.આ ઉપરાંત પોલિસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર વ્યાજ વસુલતા તેમજ ગેરકાયદેસર નાણા ધિરધારની પ્રવૃત્તિ કરતા ઇરામો બાબતે કોઈપણ જાતની હકીકત હોય તો ઉપરોક્ત જણાવેલ નંબરો ઉપર જાણ કરવા સમજ કરવામાં આવી..

તેમજ ગુજરાત નાણાની ધિરધાર કરનાર બાબત અધિનિયમ ૨૦૧૧ અન્વયે માહીતી આપવામાં આવી તેમજ દરબાર(મિટિંગ)માં હાજર રહેલ મિડીયામિત્રોને પણ આ મિટિંગમાં થયેલ ચર્ચાઓ મુજબ જન જાગૃતિ લાવવા આ માહિતી સમાચાર પત્રો તેમજ ટી.વી.ચેનલો ઉપર પ્રસારીત કરવા સમજ કરી મિટિંગ પુર્ણ કરવામાં આવેલ.

રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.