રાજકોટ મહાનગરપાલિકા Rajkot Randonneurs નાં સહયોગ દ્વારા સાયક્લોથોન યોજાઈ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ffayytgcbbysgpbd/" left="-10"]

રાજકોટ મહાનગરપાલિકા Rajkot Randonneurs નાં સહયોગ દ્વારા સાયક્લોથોન યોજાઈ.


રાજકોટ શહેર તા.૧૫/૯/૨૦૨૨ ના રોજ ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ ની વિવિધ સ્પોર્ટસ સ્પર્ધાઓ ગુજરાતના જુદા-જુદા શહેરોમાં યોજાનાર છે. જેમાં બે સ્પોર્ટસ હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેઈમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે એ હકિકત રાજકોટ માટે ખુબ જ ગૌરવપૂર્ણ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન શહેરમાં યોજાનાર “સ્પોર્ટ્સ કાર્નિવલ” માં શહેરીજનો માટે અલગ-અલગ સ્પોર્ટ્સ યોજવામાં આવશે. જેમાં આજે તા.૧૫-૯-૨૦૨૨નાં રોજ સવારે ૬:૩૦ કલાકે આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે Rajkot Randonneurs નાં સહયોગથી સાયક્લોથોન ઇવેન્ટ યોજાઈ હતી. જેનો મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવએ ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મેયરશ્રી ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી ચેતન નંદાણી, શ્રી એ.આર.સિંઘ ઉપસ્થિત રહ્યા હતા. આ સાયકાલોથોન માટે કુલ ૬૫૦થી વધુ શહેરીજનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજે વહેલી સવારે આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે જોડાયા હતા.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]