શ્રી રાજકોટ સેન્ટ્રલ યુવક મંડળ (દરજી સમાજ) દ્વારા ડૉ. વનિતાબેન રાઠોડને નારી શક્તિ એવોર્ડ એનાયત - At This Time

શ્રી રાજકોટ સેન્ટ્રલ યુવક મંડળ (દરજી સમાજ) દ્વારા ડૉ. વનિતાબેન રાઠોડને નારી શક્તિ એવોર્ડ એનાયત


*શ્રી રાજકોટ સેન્ટ્રલ યુવક મંડળ (દરજી સમાજ) દ્વારા ડૉ. વનિતાબેન રાઠોડને નારી શક્તિ એવોર્ડ એનાયત*
શ્રી રાજકોટ સેન્ટ્રલ યુવક મંડળ (દરજી સમાજ) દ્વારા શ્રીનાથજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૮/૧૧/૨૩ શનિવારે રાજકોટનાં હેમુગઢવી હોલ ખાતે કાર્યક્રમ હતો. જેમાં દરજી સમાજની વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમકાર્ય કરનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યું. ૨૫૦૦ રોકડ પુરસ્કાર સાથે શિલ્ડ અને ખેસ દ્વારા ૬ નારીશક્તિ સન્માનિત કરવામાં આવી. જેમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક તથા શાળા નં ૯૩ નાં આચાર્ય ડૉ. વનિતાબેન રાઠોડને નારી શક્તિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. દરજી સમાજની વિશિષ્ટ પદ પર જવાબદારી વહન કરનાર ડૉ. વનિતાબેન રાઠોડ જે વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરિચય કરાવે છે. ઉપરાંત ડૉ. ખેવનાબેન જે. ધામેચા ( M.S.E.N.T) , દિપ્તીબેન પીઠડીયા( PSI, રાજકોટ), નીલમબેન સોલંકી (ડેપ્યુટી સુપ્રીટેડન્ટ ઓફ એકાઉન્ટ,પીજીવીસીએલ), લિબંડ ટીશાબેન (ગોલ્ડ મેડલ વિજેતા સૂટર) તથા ગીતાબેન ટંકારીયા (ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક )નું સન્માન કરવામાં આવ્યું. મુખ્ય અતિથિ તરીકે શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઇ દોશી , વોર્ડ નં 14 કોર્પોરેટર શ્રી નિલેશભાઇ જલ્લુ ,શહેર ભાજપ મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રાજકોટ સેન્ટ્રલ યુવક મંડળનાં સભ્યો એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનાં મુખ્ય મનોરથી શ્રી વજુભાઈ પીઠડીયા(ખોખા વાળા ) હાજર રહ્યા હતા.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.