માળીયા હાટીનામાં આમ આદમી પાર્ટીની જાહેરસભા પટેલ સમાજ ખાતે યોજાણી - At This Time

માળીયા હાટીનામાં આમ આદમી પાર્ટીની જાહેરસભા પટેલ સમાજ ખાતે યોજાણી


માળીયા હાટીનામાં આમ આદમી પાર્ટીની સભા યોજાતા કોંગ્રેસ ભાજપના આગેવાનો ઊંઘ હરામ

વાત કરવામાં આવે તો હાલ થોડા સમય થી રાજ્ય ભર માં ચૂંટણી નો માહોલ ગરમાયો છે ત્યારે તમામ પક્ષ પોત પોતાની રીતે લોકો સમક્ષ પોતાના વાયદાઓ સાથે માર્કેટ માં ઉતરી પડ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેશ કે ભાજપ તમામ પક્ષ પોતાના પાસાઓને મજબૂત કરવા માટે કાર્યકરો સાથે લોકોને રિજવવા નો પ્રયાસ કરી રહિયા છે અને લોકો ને વાયદાઓ આપી રહિયા છે પરંતુ હાલ પ્રજા પણ મુંજવણ માં છે કે હવે કયો પક્ષ પોતાના માટે કામ કરશે

ત્યારે જો વાત કરવામાં આવે તો હાલ માળીયા હાટીના તાલુકા માં પણ આમ આદમી પાર્ટી દ્વારા એક જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ સભા માં તાલુકા ભરમાંથી તેમજ આસપાસ ના તાલુકા માં થી કાર્યકરો તેમજ ગામડા ના લોકો બહોળી શખ્યામાં પહોંચી ગયા હતા ત્યારે આ સભામાં આમ આદમી પાર્ટી માં દિગગજનેતા પ્રવીણભાઈ રામ દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા તેમજ ગુજરાત ના ભાવનગર જિલ્લા માં થયેલા લઠ્ઠા કાંડ પર સરકાર અને અધિકારીઓ ની મિલી ભગત પર પણ આકરા પ્રહાર કર્યા હતા

બીજી તરફ આમ આદમી પાર્ટી ની આ સભા માં ઈશુંદાન ગઢવી હાજર રહેવાના હોય જેને લઈ ને પબ્લિક બહોળી શખ્યામાં ઉપસ્થિત રહી હતી પરંતુ ઈશુંદાન ગઢવી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ભાવનગર ચાલ્યા ગયા હોવાથી આવેલી પબ્લિક માં થોડી નારાજગી પણ દેખાય હતી

જ્યારે આ સભા માં આપ નેતા અતુલ સેખડા તેમજ આપ નેતા પ્રવીણ રામ સાથે વેરાવળ આપ નેતા જગમાલ વાળા તેમજ આપ નેતા ભરત ભાઈ સૌંદરવા સાથે માળીયા હાટીના માંથી આપ નેતા પિયુષ પરમાર સહિત માંગરોળ તાલુકા માંથી મહાવીરસિંહ અને જિલ્લા ના પ્રમુખ ભાવેશ ભાઈ સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહિયા હતા

બીજી તરફ પ્રવિણ રામ દ્વારા ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે હાલ ભાજપ ના રાજ માં ખેડૂતો અને સામાન્ય પ્રજા પરેશાન છે ત્યારે હવે પરિવર્તન જરૂરી છે ત્યારે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ગાંધીનગર માં ગાંડા બાવળ છે તેને ઉખેડી ને હવે આમ આદમી પાર્ટી રૂપી આંબા વાવવા માટે ના પ્રયાસ કરવામાં આવી રહિયા છે

જ્યારે પિયુષ પરમાર દ્વારા જણાવાયું હતું કે અમે કામ ની રાજનીતિ કરવા નિકળિયા છે નહીં કે વોટ બેન્ક ની ત્યારે લોકો દ્વારા અમને સાથ અને સહકાર મળી રહીયો છે અને પંચાયત થી લઈ તાલુકા પંચાયત પર વિજય થયા છે ત્યારે ફરી વખત અમારા કામ ને લઈ ને લોકો અમને એક મોક્કો આપે ત્યારે જોવા જઈએ તો પિયુષ પરમાર દ્વારા પોતાના ખર્ચે રોડ રસ્તાઓ અને પુલો સહિત ના કામો સાથે લોકો ના અન્ય કામો પણ પોતાના ખર્ચે કર્યા છે જેને લઈ ને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવામાં આવી રહીયો છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.