બાલ સંસ્કાર મંદિર પ્રાથમિક શાળા, ડોળીયા ખાતે કારગિલ વિજય દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/o0z3sispea7cm62p/" left="-10"]

બાલ સંસ્કાર મંદિર પ્રાથમિક શાળા, ડોળીયા ખાતે કારગિલ વિજય દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી


સમગ્ર ભારત દેશમાં દર વર્ષે 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સને 1999 માં ભારતના કશ્મીરના કારગિલની ટાઈગર હિલ પર પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરી લેવામાં આવેલ એ સમયે ભારતીય સૈન્યના બહાદૂર જવાનોએ પોતાના જીવનાં જોખમે અને શહિદી વહોરીને ભારતનાં હિસ્સા પર ફરી પોતાનો કબજો મેળવેલ અને પાકિસ્તાની ઘુષણખોરોને મારીને અને પીછેહઠ કરાવીને ભવ્ય વિજય મેળવેલ આ યુદ્ધને "ઓપરેશન વિજય" નામ આપવામાં આવેલ હતું. આ વિજયનો દિવસ હતો 26મી જુલાઈ 1999 જેથી દરવર્ષે આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શ્રી બાલ સંસ્કાર મંદિર પ્રાથમિક શાળા દ્વારા તા. 26 જુલાઈ, 2022 ના રોજ શાળામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા કારગિલ યુદ્ધ દરમિયાન શહિદ થયેલ આશરે 500 જેટલાં જવાનોને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરેલ હતી. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગતિ કૃતિ રજૂ કરવામાં આવેલ હતી. શાળાના શિક્ષક શ્રી અજયભાઈએ વિદ્યાર્થીઓને ઓપરેશન વિજય યુદ્ધની માહિતી આપી હતી. તેમજ ઓપરેશન વિજય કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના વિર જવાનોએ કેટલાં સાહસ અને શૌર્યથી માં ભોમની રક્ષા કરેલ એ અંગે ડૉક્યુમેન્ટરી વિદ્યાર્થીઓને બતાવવામાં આવેલ હતી. જેનાથી વિદ્યાર્થીઓમાં સૈન્ય પ્રત્યે અહોભાવની લાગણી પ્રગટી હતી.
આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા શ્રી મનસુખભાઈ મકવાણાના માર્ગદર્શન હેઠળ શ્રી બાલ સંસ્કાર મંદિર પ્રાથમિક શાળા, ડોળીયાના પરમાર અજયભાઈ, સણોથરા ખમમાબેન, મકવાણા નીરલબેન, મકવાણા નીલમબેન, મકવાણા અનિતા બેન તથા કટોસણા રાજેશભાઈએ જહેમત ઉઠાવેલ હતી.
વિદ્યાર્થીઓમાં બાળપણથી જ રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય એ માટે શાળા દ્વારા આયોજનબદ્ધ રીતે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં,9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]