એકલ નારી શક્તિ સખી મંડળ સામખિયાળી દ્વારા આજરોજ લાકડિયા ગામે ઇ-શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

એકલ નારી શક્તિ સખી મંડળ સામખિયાળી દ્વારા આજરોજ લાકડિયા ગામે ઇ-શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું


એકલ નારી શક્તિ સખી મંડળ સામખિયાળી દ્વારા આજરોજ લાકડિયા ગામે ઇ-શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે એક નારી શક્તિનું અતિ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે
આ કેમ્પના મુખ્ય મહેમાન લાકડિયા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી સુલેમાન આમદ ધધડા અને લાકડિયા ગામના સહયોગી આગેવાન કુંભાર ઈસ્માઈલ ઈબ્રાહીમ હાજર રહીને આ કેમ્પ ને લીલી ઝંડી આપી હતી. તેમજ વીર મલ્ટી કોમન સર્વિસ સેન્ટર સામખિયાળી ઈન્ચાર્જ ચિંતનભાઈ સાધુ તેમની ટીમ સાથે રહી ઈ - શ્રમ કાર્ડ લાભાર્થીઓને બનાવી આપ્યા હતા
લાકડિયા ગામમાં ચાલતા એકલ નારી શક્તિ સખી મંડળ દ્વારા બ્યુટી પાર્લર ક્લાસીસ ના સાધન સામગ્રી નો સ્વ ખર્ચ લાકડિયા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી સુલેમાન આમદ ધધડા અને લાકડિયા ગામના સહયોગી આગેવાન કુંભાર ઈસ્માઈલ ઈબ્રાહીમ દ્વારા યોગદાન આપેલ છે. અંતે એકલ નારી શક્તિ સખી મંડળ વતી કલાબેન દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.