શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક *શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટ સખત સુચના આપવામાં આવેલ.

તા.૨૧/૦૯/૨૦૨૩ના રોજ ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન *અનિરૂધ્ધસિંહ ગોહિલ પો.હેડ કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને માહિતી મળેલ કે,*શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી સુરેશભાઇ સુનિલભાઇ દેવીપુજક રહે.ગઢુલાવાળા તેના રહેણાંક મકાને હાજર છે.જે માહિતી આધારે તેના રહેણાંક મકાને આવતાં નીચે મુજબના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
*નાસતાં-ફરતાં આરોપીઃ-*
સુરેશભાઇ સુનિલભાઇ સાથળીયા ઉ.વ.૨૩ રહે.ગઢુલા તા.શિહોર જી.ભાવનગર
*ગુન્હોઃ-*
શિહોર પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૯૩/૨૦૨૩ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,એ,૧૧૬ બી,૮૧ મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ, બીજલભાઇ કરમટીયા, મજીદભાઇ શમા, ભોજુભાઇ બરબસીયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.