રાજકોટ ગ્રામ્યમાં પણ ઢોર પકડવાની કામગીરી શરૂ કરાશે, જીલ્લા વિકાસ અધિકારી. - At This Time

રાજકોટ ગ્રામ્યમાં પણ ઢોર પકડવાની કામગીરી શરૂ કરાશે, જીલ્લા વિકાસ અધિકારી.


રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરના જાહેરમાર્ગ કે ફૂટપાથ પર ઘાસચારો નાંખશો તો સખ્ત કાર્યવાહી થશે તેવું જાહેરનામું પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે હવે ૫ સપ્ટેમ્બરથી ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ના પ્રકરણ-૮ મુજબ કલમ-૧૮૧ થી કલમ-૧૯૦ હેઠળની વિવિધ કામગીરી કરવા માટે આથી સુચના આપવામાં આવે છે. અધિનિયમ-૧૯૯૩ની જોગવાઇઓ મુજબ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી દંડની રકમ નક્કી કરવાની રહેશે. ગુજરાત પંચાયત અધિનિયમ નિયમ હેઠળની કાર્યવાહી કરવા માટે ૨ સપ્ટેમ્બરના રોજ શુક્રવારે તલાટી કમ મંત્રી દ્વારા ગ્રામ પંચાયતના સભ્યોની સામાન્ય સભા અથવા બેઠક બોલાવી આ અંગે તેઓને સમજુતી કરવામાં આવશે. તદઉપરાંત તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકાના પશુપાલન સાથે સંકળાયેલ સમાજના પ્રતિનિધિઓ પાંજરાપોળના ટ્રષ્ટીઓ વિગેરે આગેવાનો સાથે બેઠક કરી આ અંગે તેઓને સમજુતી આપવાની રહેશે. ૫ સપ્ટેમ્બર સોમવારથી રસ્તા પર રખડતા ઢોર પકડવાની તથા તેના પર નિયમોનુસારની કાર્યવાહી કરવી તથા કરેલ કાર્યવાહીની વિગતો સામેલ પત્રક મુજબ દૈનિક ધોરણે મોકલવાની રહેશે. રાજકોટ મહાનગરપાલિકાની ૫ કિલોમીટરની હદના ગામડાઓ નગરપાલિકાની ૫ કિલોમીટરની હદના ગામડાઓ, તાલુકા મથકો તેમજ ૫૦૦૦થી વધુ વસ્તી ધરાવતા ગામડાઓ નેશનલ સ્ટેટ હાઇવે પરના ગામડાઓમાં આ જોગવાઇઓ પ્રમાણેની કાર્યવાહી તાત્કાલિક અસરથી શરૂ કરવાની રહેશે. આમ કરવામાં ચૂક થયેથી તેની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.