રાજકોટ શહેર ૮૦ ફુટ રોડ પર સીટી બસનુ ટાયર નીકળતા બસ ઢસડાઈ. - At This Time

રાજકોટ શહેર ૮૦ ફુટ રોડ પર સીટી બસનુ ટાયર નીકળતા બસ ઢસડાઈ.


રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરના ૮૦ ફૂટ રોડ ઉપર ચાલુ બસનું ટાયર નીકળી જતા એક બાળકીને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આથી બાળકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હોવાનું પણ સામે આવ્યું છે. બસના ડ્રાઇવર સામતભાઈ એ જણાવ્યું હતું કે ત્રિકોણબાગ ખાતે જ્યારે તેણે બસ ઉપાડી હતી ત્યારે તેણે એજન્સીના અધિકારીઓને ટાયરના ભાગે ટેકનિકલ ફોલ્ટ હોવાની જાણ પણ કરી હતી. તેણે બસ ચેક કરી ત્યારે ટાયરના ભાગે અવાજ આવી રહ્યો હતો. સાથે જ પ્લેટ પણ ચોંટી ગઈ હતી. પરંતુ ટેકનિકલ ફોલ્ટ મામૂલી હોવાના કારણે એજન્સીના અધિકારીઓ દ્વારા બસને રૂટ ઉપર દોડાવવાની સૂચના આપવામાં આવી હતી. જેથી તંત્રની બેદકારીના કારણે આ ઘટના બની હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.