રાજકોટ અમુલ સર્કલ પાસે કોર્પોરેશનના ૨ કર્મચારીની આંખમાં સ્પ્રે છાંટી ૨ શખ્સો બાઇક પર ફરાર. - At This Time

રાજકોટ અમુલ સર્કલ પાસે કોર્પોરેશનના ૨ કર્મચારીની આંખમાં સ્પ્રે છાંટી ૨ શખ્સો બાઇક પર ફરાર.


રાજકોટ શહેર તા.૧/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર હાથીખાનામાં રહેતા અને કોર્પોરેશનમાં ઢોર પકડ વિભાગમાં ફરજ બજાવતા ધીરૂભાઇ નારણભાઇ ડોલાસીયા અને નવા થોરાળામાં રહેતા મેરૂભાઇ કરણભાઇ ચાવડા ઢોર પકડવાના ટ્રેકટર સાથે વહેલી સવારે અમુલ સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે સ્પ્રીડ બ્રેકર પાસે ટ્રેકટર ધીમુ કર્યુ તે દરમિયાન અગાઉથી બાઇક લઇને ઉભેલા ૨ અજાણ્યા શખ્સોએ જલદ પ્રવાહીવાળો સ્પ્રે બંનેની આંખમાં છાંટી દેતા બનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ધીરૂભાઇ ડોલાસીયા અને મેરૂભાઇ ચાવડા વહેલી સવારે અમુલ સર્કલ પાસેથી ઢોર પકડીને ડબ્બે મુકીને પરત આવી રહ્યા હતા ત્યારે પશુના માલિકો અને માલધારીઓ દ્વારા કોર્પોરેશનના સ્ટાફ પર ધાક જમાવવાના ઇરાદે હુમલો કરવા પ્લાન બનાવી ૨ શખ્સોએ બંને કર્મચારીની આંખમાં જલદ સ્પ્રે છાંટી દીધાનું ધીરૂભાઇ ડોલાસીયા અને મેરૂભાઇ ચાવડા જણાવી રહ્યા છે. કોર્પોરેશનના બંને કર્મચારી પર હુમલો થયાની ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં મહાપાલિકાનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને બંને અજાણ્યા શખ્સો સામે ફરજમાં રૂકાવટ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રખડતા ઢોરના કારણે સર્જાતા અકસ્માતના બનાવ અટકાવવા હાઇકોર્ટ દ્વારા તંત્રની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી કડક કાર્યવાહી કરવાની કરેલી તાકીદના પગલે રાજકોટ મહાપાલિકા દ્વારા દિવસ-રાત રખડતા ઢોરને પકડવાની શરૂ કરેલી ઝુંબેશના કારણે માલધારીઓ પોતાના ઢોરને પકડતા અટકાવવા અવાર નવાર હુમલા કરતા હોવાથી માથાભારે ગણાતા માલધારી સામે કડક કાર્યવાહી કરવાની મહાપાલિકાના સ્ટાફ દ્વારા માંગ થઇ રહી છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.