સૌની યોજના લિંક – ૪ માંથી જસદણના આંબરડીથી માધવીપુર નજીક લાલકાની વાવના વાલ્વમાંથી પાણી છોડવા માટે ધીરુભાઈ ભાયાણીની દ્વારા રજૂઆત - At This Time

સૌની યોજના લિંક – ૪ માંથી જસદણના આંબરડીથી માધવીપુર નજીક લાલકાની વાવના વાલ્વમાંથી પાણી છોડવા માટે ધીરુભાઈ ભાયાણીની દ્વારા રજૂઆત


જસદણ શહેરના પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ કે વિષ્ણય સંદર્ભે જો સૌની યોજના લીંક - ૪ માંથી જસદણના આંબરડીથી માધવીપુર નજીક લાલકાની વાવના વાલ્વમાંથી પાણી છોડવામાં આવે તો શિવરાજપુર થી ગઢડીયા(જસ)ની આડી ભાદર સુધી અને ગઢડીયા(જસ)ની આડી ભાદરથી રામેશ્વર મંદિર સુધી અને રામેશ્વર મંદિરથી આડી ભાદર તેમજ ભાદર નદીના સમન્વયના ચેકડેમો તથા ખાનપર, વૃંદાવન ગૌશાળા પાસેના ચેક ડેમ -કોઝવે તથા શિવની ડેરી નંદી ગૌશાળા સુધી અને ત્યાંથી આટકોટ તરફ સુધીમાં અંદાજે ૧૨ જેટલા ચેકડેમો આવેલા છે. તે તમામ ચેકડેમો ભરવાથી હજારો પશુઓ અને રવી પાકને ફાયદો થાય તેમ છે. જો આ સૌની યોજના લીંક - ૪ માંથી ઉપર મુજબના ચેકડેમોમાં પાણી છોડવામાં આવે તો ઉપરોકત ૪ ગામોને ફાયદો થાય તેમ છે. તેમજ જમીનના તળ પણ ઉચ્ચા આવી શકે તેમ છે. આ પાણી છોડવાથી ૮૦૦ એકર જેટલી જમીનમાં રવી પાકને ફાયદો થાય તેમ છે. ગયા વર્ષે શીવરાજપુર સુધી પાણી છોડવામાં આવેલ હતું. પરંતુ આ વર્ષે ઉપરોકત ૪ ગામોમાંથી પસાર થતી આડી ભાદરમાં દિવાળી પહેલા પાણી છોડવામાં આવે તેવી રજુઆત સાથે પાણી પુરવઠા મંત્રી બાવળીયા ને 14/10/2023 ના રોજ જસદણ પૂર્વ નગરપતી ધીરુભાઈ ભાયાણી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.