ટ્વિન ટાવરમાં વિસ્ફોટ સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે, અમુક દિવસો સુધી રહેવું પડશે સાવધ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/explosion-in-twin-towers-can-have-serious-consequences-for-health-be-careful-for-a-few-days/" left="-10"]

ટ્વિન ટાવરમાં વિસ્ફોટ સ્વાસ્થ્ય માટે ગંભીર પરિણામો લાવી શકે, અમુક દિવસો સુધી રહેવું પડશે સાવધ


- આગામી થોડા દિવસો સુધી તે વિસ્તારમાં ફરવા કે દોડવા માટે ન નીકળવું નોએડા, તા. 28 ઓગષ્ટ 2022, રવિવારનોએડાના સેક્ટર 93Aમાં આજે બપોરે 2:0 કલાકે વિવાદિત ટ્વિન ટાવરને વિસ્ફોટકોની મદદથી ધ્વસ્ત કરી દેવામાં આવશે. સાવચેતીના પગલારૂપે આજુબાજુની સોસાયટીના લોકો ઉપરાંત જાનવરોને પણ અન્ય સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. ઉપરાંત આજુબાજુના રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોને છત પર જવા મનાઈ ફરમાવવામાં આવી છે. આ પણ વાંચોઃ 3,700 કિગ્રા વિસ્ફોટકો વડે 15 સેકન્ડથી પણ ઓછા સમયમાં નોએડાના વિવાદિત ટ્વિન ટાવર્સ થશે ધ્વસ્તટ્વિન ટાવરમાં વિસ્ફોટ બાદ ધૂળના ગોટેગોટા ઉડશે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્ય વિભાગે પ્રદૂષણથી બચવા માટે દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. સીએમઓ ડો. એસકે શર્માએ ડિમોલિશનના કારણે થતી સમસ્યાઓથી બચવા માટે સાવધાની રાખવા જણાવ્યું છે. સાથે જ તે વિસ્તારમાં 6 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે. શું સમસ્યા થઈ શકેઃ- નાક, આંખ, ત્વચામાં ખંજવાળ. શરીરમાં દુઃખાવો. ગભરામણ. - ધબકારા વધી જવા. શ્વાસ લેવામાં મુશ્કેલી. અચાનક ઉધરસ આવવી. - ગળામાં ખારાશ, નાક વહેવું, ઉલ્ટી કે ઉબકા આવવા. - પેટમાં દુઃખાવો કે કબજિયાતની સમસ્યા. સાવચેતી માટે શું કરવું:- તમામ બારીઓ અને બારણા બંધ રાખવા. જમીન, બારણાં, પડદા અને ચાદરોને નિયમિતપણે સાફ કરતા રહેવું. - ડિમોલિશન બાદ તમામ ચાદરો અને પડદા ધોઈ નાખવા. ધૂળથી બચવા માટે માસ્ક અને ચશ્માનો ઉપયોગ કરવો. - વ્યક્તિગત સ્વચ્છતાનું ધ્યાન રાખવું. વધુ પ્રમાણમાં પાણીનું સેવન કરવું. શું ન કરવું જોઈએઃ- ડિમોલિશન બાદ થોડા દિવસો સુધી બારી-બારણાં ન ખોલવા. - ધૂળથી લદાયેલા બારી-બારણાં સૂકા કપડાથી સાફ ન કરવા. - હાથ ધોયા વગર ભોજનનું સેવન ન કરવું. દાંત વડે નખ ન કાપવા. - આગામી થોડા દિવસો સુધી તે વિસ્તારમાં ફરવા કે દોડવા માટે ન નીકળવું. આ પણ વાંચોઃ નોએડામાં ટ્વિન ટાવરનું કાઉન્ટ ડાઉન શરૂ, ૧૨ સેકન્ડમાં જ ટાવર તોડી પડાશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]