ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા સામાજિક દાયિત્વ (C.S.R.) હેઠળ અરવલ્લી જિલ્લા એસ.ડી.એચ.ને એમ્બ્યુલન્સની ફાળવણી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/et4nuralumkqhma2/" left="-10"]

ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા સામાજિક દાયિત્વ (C.S.R.) હેઠળ અરવલ્લી જિલ્લા એસ.ડી.એચ.ને એમ્બ્યુલન્સની ફાળવણી.


૧૫ માર્ચ ૨૦૨૪ના રોજ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા સામાજિક દાયિત્વ (C.S.R.) હેઠળ અરવલ્લી જિલ્લાના મોડાસા એસ.ડી.એચ. સેન્ટરને અંદાજે રૂપિયા ૬૦ લાખના ખર્ચે નિયોનેટલ એમ્બ્યુલન્સ (NICU on Wheels)નું માનનીય મંત્રિશ્રી ભીખુસિંહજી પરમાર દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તી પારીક, અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રિયંકાબેન ડામોર, પ્રમુખશ્રી મોડાસા નગર પાલિકા તથા શ્રી જી.જે.ધનુલા અધિક્ષક ઈજનેર, યુજીવીસીએલની વિશેષ ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી જિલ્લા સેવા સદન કચેરી મોડાસાથી પ્રસ્થાન કરાવવામાં આવેલ.

સદર એમ્બ્યુલન્સની અરવલ્લી જીલ્લામાં ફાળવણી થવાથી વિવિધ આધુનિક સાધનો જેવા કે, નવજાત અને પુખ્ત વયના વેન્ટિલેટર, નિયોનેટલ ડિફિબ્રિલેટર ટ્રાન્સપોર્ટ ઇન્ક્યુબેટર, સિરીંજ પંપ, ઇન્ફ્યુઝન પંપનું નિરીક્ષણ, ડિજિટલ બીપી મોનિટર, પોર્ટેબલ પલ્સ ઓક્સિમીટર સ્ટેથોસ્કોપ, સ્કૂપ, બે ફોલ્ડ સ્ટ્રેચર સ્પાઇન બોર્ડ, વ્હીલ ચેર હેડ ઇમોબિલાઇઝર, ઓક્સિજન સિલિન્ડર,ઓક્સિજન બી ટાઇપ સિલિન્ડર, થર્મોમીટર ક્લિનિકલ ડિજિટલ 32 – 43 ડિગ્રી, ઇલેક્ટ્રોનિક બેબી સ્કેલ ટ્રાન્સક્યુટેનીયસ બિલીરૂબિનોમીટર, પોર્ટેબલ સક્શન પંપ, 220v ડબલ્યુ/એક્સેસ, ઇન્ફન્ટોમીટર, 105 સે.મી વગેરે ધરાવતી નિયોનેટલ એમ્બ્યુલન્સ અરવલ્લી જિલ્લા એસ.ડી.એચ.ના વિસ્તારમાં નવજાત શિશુને સત્વરે અને અસરકારક તેમજ ઉચ્ચ પ્રકારની સારવાર ઉપલબ્ધ થશે.

આ પ્રકારની સારવાર ઉપલબ્ધ થવાથી આ વિસ્તારમાં નવજાત બાળકોના મૃત્યુદર તેમજ બીમારીમાં ઘટાડો કરવામાં અત્યંત મદદરૂપ થશે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]