રાજકોટમાં ટ્રાન્સપોર્ટ એસો.એ બિસ્માર રોડને પગલે ટોલટેક્સ ભરવા મનાઈ ફરમાવી, તંત્ર દ્વારા તાબડતોબ પેચવર્ક શરુ - At This Time

રાજકોટમાં ટ્રાન્સપોર્ટ એસો.એ બિસ્માર રોડને પગલે ટોલટેક્સ ભરવા મનાઈ ફરમાવી, તંત્ર દ્વારા તાબડતોબ પેચવર્ક શરુ


રાજકોટ-અમદાવાદ, ભાવનગર, ગોંડલ હાઈવે તૂટેલી હાલતમાં અને ઠેર-ઠેર ખાડા હોય વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડતી હતી. રોડ-રસ્તાની ખરાબ હાલતને લઈને ટ્રક-ટ્રાન્સપોર્ટરોએ ટોલટેક્સનો વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી હતી. કલેક્ટરને રજૂઆત કરી હતી. હાઇવેના સમારકામની કામગીરી શરૂ કરાતા ટ્રાન્સપોર્ટરોએ પોતાનો વિરોધ મુલતવી રાખ્યો છે.રોડની કામગીરી અંગે નિરીક્ષણ પણ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.