બરવાળા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં, બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તથા રાણપુર પોલીસ સ્ટેશન હદ વીસ્તાર માથી પકડાયેલ વિદેશી દારૂ નંગ ૭૪૬ કી.રૂ. ૨,૩૪,૨૦૬ તથા બીયર નંગ ૩૦૫ કી.રૂ ૩૦,૪૦૦/- નો નાશ કરતી બરવાળા અને રાણપુર પોલીસ ટીમ - At This Time

બરવાળા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં, બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તથા રાણપુર પોલીસ સ્ટેશન હદ વીસ્તાર માથી પકડાયેલ વિદેશી દારૂ નંગ ૭૪૬ કી.રૂ. ૨,૩૪,૨૦૬ તથા બીયર નંગ ૩૦૫ કી.રૂ ૩૦,૪૦૦/- નો નાશ કરતી બરવાળા અને રાણપુર પોલીસ ટીમ


ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર નાઓ દ્વારા પો.સ્ટે મા પડેલ દેશી/વીદેશી દારૂ નો નાશ કરવા ની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ નાઓ દ્વારા જીલ્લાના તમામ અધિકારી નાઓને અમલવારી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે વિભાગીય પોલીસ અધિકારી શ્રી મહર્ષી રાવલ સાહેબ તથા સર્કલ પો.ઈન્સ. જે.બી.પંડીત સાહેબના માર્ગદર્શન હેઠળ પેન્ડીંગ તમામ વિદેશી દારૂ નાશ કરવાની નામદાર બરવાળા કોર્ટ તથા નામદાર રાણપુર કોર્ટ માથી અલગ-અલગ મંજુરીઓ મેળવી આજરોજ બરવાળા પ્રાંત અધીકારી સી.આર. પ્રજાપતી સાહેબ તથા પ્રો.ના.પો.અધી.શ્રી નવીન આહીર સાહેબ તથા I/C ના.પો.અધી. એ.જી.સોલંકી સાહેબ ની હાજરીમાં બરવાળા પો.સ્ટે ના પો.સબ.ઈન્સ એસ.જી.સરવૈયા તથા રાણપૂર પો.સબ.ઈન્સ એચ.એ.વસાવા તથા બરવાળા પો.સ્ટે ના એ.એસ.આઈ શીવાંગકુમાર હર્ષદભાઈ ભટ્ટ તથા રાણપૂર હેડ કોન્સ પ્રવીણભાઈ સોરઠીયા નાઓ દ્વારા બરવાળા પો.સ્ટે. ના કુલ -૩૪૭ બોટલ કી.રૂ. ૧.૦૯,૭૨૫ તથા ૧૫ બીયર કી.રૂ. ૧૫૦૦ તથા રાણપૂર પો.સ્ટે ના કુલ ૩૯૯ નંગ કી.રૂ. ૧,૨૪.૪૮૧ તથા ૨૯૦ બીયર કી.રૂ ૨૮.૯૦૦ એમ મળી કુલ બન્ને પો.સ્ટે ના ૭૪૬ નંગ કી.રૂ. ૨,૩૪,૨૦૬ તથા ૩૦૫ બીયર કી.રૂ ૩૦,૪૦૦ ના મુદ્દામાલ નો બી.એસ.એન.એલ.કચેરી ની પાછળ આવેલ પડતર જગ્યામા રોડરોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.