જુની કલેકટર કચેરી પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ગાડી પ્ર.નગર પોલીસે પકડી - At This Time

જુની કલેકટર કચેરી પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ગાડી પ્ર.નગર પોલીસે પકડી


રાજકોટ તા. ૧ : શહેરની કલેકટર કચેરી પાસેથી પ્રનગર પોલીસે બાતમીના આધારે દારૂનો જથ્‍થો ભરેલી ગાડી સાથે એક શખ્‍સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ જુની કલેકટર કચેરી પાસેથી એક દારૂનો જથ્‍થો ભરેલ માલવાહક ગાડી પસાર થવાનીહોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્‍સ કરણભાઇ મારૂ તથા કોન્‍સ અનોપસિંહ ઝાલાને બાતમી મળતા જુની કલેકટર કચેરી પાસેથી માલવાહક ગાડીને રોકી તલાશી લેતા તેમાંથી અલગ- અલગ બ્રાંડની દારૂની બોટલો મળી આવતા ચાલક બીરજાદ ઉર્ફે બીરજું યુસુફભાઇ જુણેજા (ઉ.ર૮) (રહ. બજરંગવાડી સર્કલ રાજીવનગર શેરી નં.૪) ને પકડી લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.