ઇડીએ ચેન્નાઇના સુરાના ગુ્રપની ૬૭ પવનચક્કી ટાંચમાં લીધી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ed-attach-67-windmills/" left="-10"]

ઇડીએ ચેન્નાઇના સુરાના ગુ્રપની ૬૭ પવનચક્કી ટાંચમાં લીધી


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોટ (ઇડી)એ સુરાના ગુ્રપની વિરુદ્ધ
મની લોન્ડરિંગના કેસની તપાસની સંદર્ભમાં ૫૧ કરોડ રૃપિયાથી વધુના ૬૭ વિંડમિલ (પવન
ચક્કી) ટાંચમાં લઇ લીધા છે. કંપની પર ૩૯૮૬ કરોડ રૃપિયાની બેંક લોન છેતરપિંડીનો
આરોપ છે. સંઘીય એજન્સીએ વિંડમિલને ટાંચમાં લેવા માટે  પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ એક પ્રોવિઝનલ
આદેશ જારી કર્યો છે. બેંકો દ્વારા તેમની બાકી રકમ વસૂલ કરવા માટે સુરાના ગુ્રપની
૬૭ પવનચક્કીની હરાજીની જાહેરાત કરવામાં આવી ત્યારે એક બેનામી કંપની દ્વારા તેમને
ફરીથી ખરીદવામાં આવી હતી. જો કે આ પવનચક્કી ક્યાં સ્થળે છે તે જાહેર કરવામાં
આવ્યું નથી.આ જ આદેશ હેઠળ રામલાલ જૈનની ૬૧.૬૩ કરોડ રૃપિયાની સ્થિર
મિલકતો ટાંચમાં લેવામાં આવી છે. આ આદેશ હેઠળ કુલ ૧૧૩.૩૨ કરોડ રૃપિયાની સંપત્તિ
ટાંચમાં લેવામાં આવી છે. બીજી તરફ બેંગાલુરુના આઝાદ નગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર જી
સી ગોવરામ્માની મની લોન્ડરિંગ કેસમાં ૩.૩૫ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લેવામાં
આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક નિવેદનમાં જણાવ્યું છે. ટાંચમાં લેવામાં આવેલી ૩.૩૫ કરોડ રૃપિયાની સંપત્તિમાં
ખેતીની જમીનસ રેસિડેન્સિયલ પ્લોટ અને કોમર્શિયલ સાઇટનો સમાવેશ થાય છે.   

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]