તું 11 કરોડ નહીં આપે તો તારી છાતી ઉપર બંદુકની ગોળીઓ મારી જાનથી મારી નાખીશ ' , આરોપીની ધરપકડ . - At This Time

તું 11 કરોડ નહીં આપે તો તારી છાતી ઉપર બંદુકની ગોળીઓ મારી જાનથી મારી નાખીશ ‘ , આરોપીની ધરપકડ .


શહેરના વિવિધ વિસ્તારમાં ઠાકુર સાડી નામથી અનેક સ્ટોર ધરાવતા સાધનાની પરિવારને વોટ્સએપ કોલ કરી ફરાર શાર્પ શૂટર એન્થોનીના નામે 11 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે . એન્થોનીના નામે આ ખંડણી વારસિયામાં રહેતા રવિ બીજનદાસ દેવજાની નામના શખ્શ માંગી હોવાનું બહાર આવ્યું છે . આરોપી રવિ દેવજાનની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે . રવિ અગાઉ બે વખત પાસામાં જઇ આવ્યો છે . સાથે તેની સામે સાતથી વધુ કેસ જુદા - જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.