શ્રી એસ કે શાહ અને શ્રી કૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસા ના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ નેશનલ સેમિનારમાં પેપર્સ રજુ કર્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e7ym8itrqaa2yl2b/" left="-10"]

શ્રી એસ કે શાહ અને શ્રી કૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસા ના અર્થશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ નેશનલ સેમિનારમાં પેપર્સ રજુ કર્યા


પિલવાઇ ખાતે Socio-Economic Impact and Experience of Economic Liberalization in India વિષય પર National Level Seminar યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ભારત સરકારની ૧૯૯૧ની ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અંગેની આર્થિક નીતિના ૩૦ વર્ષ થયાં તે સંદર્ભે તેના લાભ-ગેરલાભની ચર્ચા કરવામાં આવી હતી. યુવા પેઢી ભારત સરકારની આર્થિક નીતિ વિશે જાણે, સમજે અને તેની અસરોનુ વિશ્લેષણ કરે તેવા ઉમદા હેતુથી પિલવાઇ( વિજાપુર ) કોલેજ ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દેશભરના ૧૦૦ જેટલા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, સેમિનારમાં શ્રી એસ કે શાહ અને શ્રી કૃષ્ણ ઓ એમ આર્ટ્સ કોલેજ મોડાસાના અર્થશાસ્ત્ર વિભાગના પાંચ વિદ્યાર્થીઓએ અને બે અધ્યાપકોએ ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર પરની અસરો પર સંશોધન પેપર રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમા અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ જે. એસ. વાઢેર, ડૉ . ઈશ્વરભાઈ ચૌધરી, અને એસ.વાય. બી.એ. અર્થશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ વિવિધ શિર્ષક હેઠળ પોતાના પેપર રજૂ કર્યા હતા. સેમિનારમા જોડાવા માટે કોલેજના આચાર્ય ડૉ દીપકભાઈ એચ જોષી અને ધી. મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ તથા હોદ્દેદારોએ અર્થશાસ્ત્ર વિભાગની કામગીરીને બિરદાવી હતી.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]