ધંધુકા ની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલના ૧૩૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકા ની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલના ૧૩૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો.


ધંધુકા ની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલના ૧૩૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો.

ધંધુકાની ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઈસ્કુલની સ્થાપના વર્ષથી વર્તમાન વર્ષે ૧૩૫ વર્ષ પૂર્ણ થતાં એક વિશેષ પ્રસંગની ઉજવણીમાં હાઈસ્કુલના પ્રાંગણમાં રંગોત્સવ ઉજવવામાં આવ્યો.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલ ધંધુકા કેળવણી મંડળ સંચાલિત ધી બિરલા એન્ડ હરજીવનદાસ હાઇસ્કૂલ ખાતે સ્કૂલના ૧૩૫ વર્ષ પૂર્ણ થતાં રંગોત્સવ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્ર્મની શરૂઆત દીપ પ્રાગટ્ય વતી પ્રાથના દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્ર્મની રૂપરેખામાં સંગીત, નાટ્યકૃતિયો, નાના ભૂલકાઓ દ્વારા ડાન્સ, ઝાંસી કી રાણી, મહારાણા પ્રતાપવગેરેના જીવનરૂપી નાટયકૃતિઓ, જેસી કરની વેસી ભરની નાટક જેવા જીવનના શીખ શીખવતા નાટકો વગેરે ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને જિલ્લા શિક્ષણઅધિકારી શ્રીમતી કૃપાબેન જહાં, મુખ્ય મહેમાન જિલ્લાશિક્ષણ અધિકારીશ્રી ખેડા કલ્પેશભાઈ રાવલ,અમદાવાદ જિલ્લા આચાર્ય શ્રી અજીતસિંહ ચાવડા, સામાજીક આગેવાન અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી હાલુભા ચુડાસમા, ધંધુકા કેળવણી મંડળના પ્રમુખશ્રી મિનેશભાઇ આકરુંવાળા, મંત્રીશ્રીઑ, તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ વીરભદ્રસિંહ ચુડાસમા તેમજ શિક્ષકગણ, સામાજીક આગેવાનો, વિધાર્થીઓના વાલીઓ ,બાળકોને નાના નાના ભૂલકાઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્ર્મને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.