શૈક્ષણિક સંકુલ માંડાવડના વિધાર્થીઓ જુનાગઢ જીલ્લા પંચાયતની મુલાકાત કરી - At This Time

શૈક્ષણિક સંકુલ માંડાવડના વિધાર્થીઓ જુનાગઢ જીલ્લા પંચાયતની મુલાકાત કરી


સુશાસનની શિસ્તબદ્ધ પ્રણાલી સાથે અધિકારીઓ અને પદાધિકારીઓના વતૅનથી બાળકો પ્રભાવિત

શ્રી વી.ડી.પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડના બાળકોને પંચાયતી રાજ તેમજ સરકારશ્રીના વિવિધ વિભાગો વિશે માહિતી મળે તે હેતુથી આજે મેનેજીંગ ટ્રસ્ટી જે.કે.ઠેસિયાના માગૅદશૅન થી જુનાગઢ જીલ્લા પંચાયતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત ફકત એક મુલાકાત જ નહોતી.જુનાગઢ જીલ્લા ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણીના ઉષ્માભર્યા સ્વાગત સાથે સમગ્ર વિભાગોમાં સાથે રહી અને વિધાર્થીની બહેનોને દરેક વિભાગની કાયૅપધ્ધતિથી વાકેફ કર્યા હતા.જીલ્લા વિકાસ અધિકારીશ્રી આઇ.એ.એસ. પરીખસરે વિધાર્થીનીઓ સાથે ઉત્સાહપ્રેરક સંવાદ કર્યો હતો.તથા દરેક વિધાર્થીનીઓને શિક્ષણનું મહત્વ સમજાવી અને સ્નાતક સુધી અભ્યાસ કરવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.તેમજ પ્રમુખશ્રી ખટારીયાએ બહેનોને સરકારશ્રીના વિવિધ વિભાગોની કાયૅપધ્ધતિ તેમજ જીવનના કેળવણીમૂલ્યો સાથે એક પિતા પોતાના સંતાનોને જે સારા સંસ્કાર આપે તેવી હુંફભરી લાગણીસભર હદયસ્પર્શી વાતો કરી હતી.જીલ્લા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓએ ઉષ્માસભર સ્વાગત સાથે બહેનોને ખૂબ સહકાર આપેલ હતો.આઇ.ડી.ડી.એસ. વિભાગના દેસાઈબહેને વિધાર્થીનીઓને પોષણક્ષમ આહારની વિશેષ માહિતી આપી હતી.દરેક વિભાગની કાયૅશૈલી એક સુશાસન અને શિસ્તબદ્ધ ચાલતા વહીવટીતંત્ર સાબિતિ આપતુ હતું.આ મુલાકાતના સફળ સંકલનકર્તા મણિલાલ ભેંસાણીયા તેમજ તૃષા રામોલિયા હતા.સમગ્ર મુલાકાતની સફળતા માટે પ્રિન્સિપાલ પ્રફૂલ વાડદોરીયા તેમજ નિયામક સુરેશ ફૂલમાળીયાએ સંસ્થા વતી જીલ્લા પંચાયત વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓનો સવિશેષ આભાર વ્યકત કરેલ હતો.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.