તારા માવતરેથી કંઈ લાવી નથી, અમારૂ છે એ પણ નહીં રહેવા દે, કહી પરિણીતાને સાસરિયાનો ત્રાસ - At This Time

તારા માવતરેથી કંઈ લાવી નથી, અમારૂ છે એ પણ નહીં રહેવા દે, કહી પરિણીતાને સાસરિયાનો ત્રાસ


એસ્ટ્રોન ચોક પાસે સરદારનગર સોસાયટી, શ્રી રામધામ એપાર્ટમેન્ટમાં માવતરે રહેતા વર્ષાબેન જતીનભાઈ વારડે (ઉ.વ.42)એ સુરત રહેતા પતિ જતિનભાઈ વારડે , સસરા ચંદ્રકાંતભાઈ, સાસુ સુભદ્રાબેન, જેઠ સંજયભાઈ અને જેઠાણી પ્રવિણાબેન સામે મહિલા પોલીસ મથકમાં શારીરિક માનસિક ત્રાસ આપવા અંગેની ફરીયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યું કે, મારા લગ્ન તા.7/12/2020 ના રોજ સુરતના રહેવાસી જતીન વારડે સાથે થયાં હતાં. પતિ લગ્નના ત્રીજા દિવસથી મારી સાથે ઝઘડા કરવા લાગેલ. ડરાવા અને માનસિક દબાણ કરવાં એકદમ ગુસ્સે થઈને તેનુ માથુ દિવાલમાં ભટકાવેલ અને ઘરની બહાર જતા રહેલ. મારા સાસુ મને નવા ઘરમાં તેના રિત રિવાજ સમજાવવાના બદલે ઘરની બહાર જતા રહેતા.
પતિ ઘરમા કંઈ લઇ આપતા નહી. હુ તેને કહું તો તે મને કહેતા કે તું મારા ઘરમાં બધું બગાડી નાખીશ. અમારી પાછળ કંઈ વધવા નહીં દે. તું બધા રૂપિયા ઉડાવી દઈશ. તું તારા માવતરેથી તો કંઈ લાવેલ નથી. પણ અમારૂ છે એ પણ તું નહીં રહેવા દે. હું જમીને આરામ કરવા ગયેલ ત્યારે પતિ મારા મોબાઇલમાં મારા મિત્ર વર્તુળમાંથી મને લગ્નના અભિનંદન માટે મેસેજ આવેલ. તે મેસેજ મેં ડીલેટ કરેલ અને તે મારા પતિએ જોતા મારા પર શંકા કરીને મારો મોબાઇલ ઝુંટવીને કહેવા લાગેલ કે તને કોનો મેસેજ આવેલ છે. એમ કરીને રાડારાડી કરવા લાગેલ. મોબાઈલ મારા માથા ઉપર ઘા કરેલ.
ટીવીનો વાયર ખેચીને ટી.વી પણ તોડી નાખેલ. મારા જેઠ અને જેઠાણી અમારા ઘરે અવારનવાર આવે ત્યારે મારા પતિ અને સાસુ સસરાને ચડામણી કરતા. કહેતા કે આ વર્ષાને કોઇ ગમતા નથી તે આપણા કુટુંબમા સંપ નહી રહેવા દે. આ બાબતે મારા પતિ અને સાસુ સસરા મારી સાથે ઝઘડા કરવા લાગેલ. મારી આ પ્રેગનેંસી દરમ્યાન મારી તબીયત સારી રહેતી ન હોય.
મારા સસરા ઘરમાં જ બીડી અને સિગારેટ પીતા. જેની વાસ આવતા મારાથી રહેવાતુ ન હોય અને ગભરામણ થતુ હોય તો મેં મારા પતિ અને સાસુને વાત કરતા તેઓ મારી સાથે ઝઘડો કરી તારે ઘરમાં રહેવુ હોય તો રહે નહીતર નિકળી જા તેમ કહેતા. મારા પતિ કે સાસરીવાળા મારા બાળકને સ્વીકરવા તૈયાર નહોતા અને કહેતા કે ચાલ એબોશન કરાવી નાખ. બાળક છઠ્ઠા મહીને ગર્ભમાં જ મૃત પામેલ.
મારા સાસરીવાળા સતત મને માનસિક તણાવમાં જ રાખતા હતા અને કહેતા કે આ બાળકની તારા લીધે જ કસુવાડ થયેલ છે. પતિ મારા મોબાઇલ સતત રેકોર્ડીંગ કરતા અને શંકાઓ કરતા. છેલ્લે તા.3/3/2023માં મને ઘરમાંથી ઝઘડો કરીને માર મારીને કાઢી મુકેલ અને મને બસમાં બેસાડી દિધેલ હતી. પિયર પક્ષ તરફ થી સમાજના આગેવાનો અને વડીલોથી સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ મારા પતિ કે કોઇએ જવાબ આપેલ નહી. અંતે પરિણીતાએ તેનાં પતિ, સાસુ- સસરા, જેઠ-જેઠાણી સામે ફરીયાદ નોંધાવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.