મહીસાગર ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદેશ મહિલા મોરચા પ્રમુખના અધ્યક્ષસ્થાને યુવતી સંમેલન યોજાયું - At This Time

મહીસાગર ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદેશ મહિલા મોરચા પ્રમુખના અધ્યક્ષસ્થાને યુવતી સંમેલન યોજાયું


મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રીમતી ડો. દીપિકાબેન સરડવાજીના અઘ્યક્ષ સ્થાને આજરોજ મહીસાગર જિલ્લાના લુણાવાડાની પી. એન પંડ્યા કોલૅજ ખાતે જિલ્લા મહિલા મોરચા દ્વારા યુવતી સંમેલન યોજાયું. આ સંમેલનમાં યુવતી સંમેલનના ઝોન ઇન્ચાર્જ શ્રી સિદ્ધિબેન જોશી, જિલ્લા મહામંત્રી શ્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા મ. મોના પ્રભારી શ્રી પારૂલબેન શુક્લા, જિલ્લા મ. મો. ના અધ્યક્ષ શ્રી નિશાબેન સોની, મહામંત્રી શ્રી લીલાબેન પટેલ , મણીબેન ભમાત, લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી ભાવનાબેન મહેતા, નગર પ્રમુખશ્રી હિમાંશુભાઈ શાહ, કાર્યાલય મંત્રી શ્રી જીગરભાઈ પંડ્યા, લુણાવાડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખશ્રી બ્રિન્દાબેન શુક્લા,નગર મ. મો ના પ્રમુખશ્રી મધુબાલાબેન, મહામંત્રી કિંજલબેન તેમજ સંગઠનના પદાધિકારી બહેનો, કોર્પોરેટર બહેનો અને મંડલ મોરચાના બહેનો તેમજ જેને અનુલક્ષીને આ કાર્યક્રમ યોજાયો એવી યુવતીઓ તેમજ વિવિધ ક્ષેત્રમાં અગ્રેસર બહેનો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં રમત-ગમત ક્ષેત્રમાં અગ્રેસર યુવતીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ ચલાવતી બહેનોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.