બોટાદની શ્રી સુવાસીની વિદ્યામંદિરનો ચાર દિવસય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું - At This Time

બોટાદની શ્રી સુવાસીની વિદ્યામંદિરનો ચાર દિવસય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું


બોટાદની શ્રી સુવાસીની વિદ્યામંદિરનો ચાર દિવસય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું

બોટાદના માતાવાડી ભાંભણ રોડ પર આવેલ લક્ષ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ખાતે શ્રી સુવાસીની વિદ્યામંદિર દ્વારા ચાર દિવસય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું હતું જેમાં મોગલધામ કબરાઉ,સ્વામિનારાયણ મંદિર,પ્રાગ મહેલ,આયના મહેલ,કચ્છ દર્શન મ્યુઝિયમ ભુજ ઉમિયા માતાજી મંદિર વાંઢાય,સફેદ રણ કચ્છ અભયારણ્ય,આશાપુરા મંદિર માતાના મઢ,મુન્દ્રા પોર્ટ,અંબે ધામ ગોધરા,માંડવી બીચ,જેસલ તોરલ સમાધી મંદિર અંજાર જેવા સ્થળોએ પ્રવાસનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું હતું.આ પ્રવાસમાં 180 વિદ્યાર્થી ભાઈ બહેનો સાથે શિક્ષક ગણ અને ટ્રસ્ટી ગણ જોડાયા હતા.સૌએ આનંદ અને ઉલ્લાસ સાથે સફળતા પૂર્વક પ્રવાસ પૂર્ણ કર્યો હતો.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.