ગઢડા તાલુકાના હરીપર ગામે કીશોરીઓ માટે હેલ્થ & હાઈજીન પર શિબિર યોજાઈ. - At This Time

ગઢડા તાલુકાના હરીપર ગામે કીશોરીઓ માટે હેલ્થ & હાઈજીન પર શિબિર યોજાઈ.


ગઈકાલે તા.13/10/22 ના રોજ ગઢડા તાલુકાના હરીપર ગામે કીશોરીઓ માટે હેલ્થ & હાઈજીન પર શિબિર યોજાઈ ગઈ.
હરીપર પ્રાથમિક શાળા મા (RBSK)રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સી.એચ.સી.ગઢડા અને પરિશ્રમ ફાઉન્ડેશન ઢસાદ્વારા ધો.6થી 8 ની કીશોરીઓ ના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સુરક્ષાને અનુસંધાને તાલીમ યોજવામા આવી.જેમા પ્રધાન મંત્રી જન ઔષધી કેન્દ્ર ગઢડા દ્વારા સેનેટરીપેડ નુ મફત વિતરણ કરવામા આવ્યુ અને પરિશ્રમ ફાઉન્ડેશન ઢસા દ્વારા મફત સેનેટાઈઝર વિતરણ કરવામા આવેલ. અને પરિશ્રમ ફાઉન્ડેશન દ્વારા શાળાને ફર્સ્ટ એઈડ કીટ ભેટ સ્વરૂપે આપવામા આવેલ. જે તાલીમમા કુલ 55 જેટલી કીશોરીઓ એ લાભ લીધો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.