બોટાદ તાલુકાના સમઢીયાળા, લાઠીદડ,સેથળી, કારિયાણી ગ્રામ્ય વિસ્તારોનાં કડવા પાટિદાર સમાજના ભાજપનાં સમર્થક યુવાનોની મીટીંગ યોજાઈ.. એક સૂરે સ્થાનિક ઉમેદવાર ની માંગ..! - At This Time

બોટાદ તાલુકાના સમઢીયાળા, લાઠીદડ,સેથળી, કારિયાણી ગ્રામ્ય વિસ્તારોનાં કડવા પાટિદાર સમાજના ભાજપનાં સમર્થક યુવાનોની મીટીંગ યોજાઈ.. એક સૂરે સ્થાનિક ઉમેદવાર ની માંગ..!


બોટાદના સમઢિયાળા ગામે ખાનગી ફાર્મ હાઉસ ખાતે સમઢિયાળા,લાઠીદડ,સેથળી, કારિયાણી ગામના કડવા પટેલના યુવા આગેવાનોની મિટિંગ મળી હતી.
જેમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી યુવા આગેવાનો દ્વારા વિધાનસભા 2022 ની ચૂંટણી માટે ઉમેદવાર ની પસંદગી કરવા સ્થાનિક ઉમેદવાર ને લઈ મહામંથન થયું હતું.
ખાનગી ફાર્મ હાઉસ માં મળેલી મીટીંગ માં મોટી સંખ્યા માં જોડાયેલ યુવાનોએ પોતાનો આક્રોશ વ્યકત કરી અને ભારતીય જનતા પાર્ટી બોટાદ 107 વિધાન સભા બેઠકમાં સ્થાનિક ઉમેદવારની માંગ કરી સાથો સાથ 107 બોટાદ વિધાનસભામાં તમામ ગામો માં જઈ પટેલ સમાજ અને અન્ય સમાજને સાથે રાખી પ્રચાર કરશે અને સ્થાનિક ઉમેદવાર ને જીતાડવા પોતાના તન મન ધનનો સહયોગ આપી જીતાડવા ની યુવાનો એ હાકલ કરી, ત્યારે હાલના નેતૃત્વ થી લોકો નારાજ હોય, આ મિટિંગ બોલાવી હોવાનું જાણવા મળે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.