જેસાવાડા ખાતે પ્રાચીન વિશ્વ પ્રસિદ્ધ ગોળ ગધેડાના મેળામાં આદિવાસી માનવ મહેરામણ ઉમટયું. - At This Time

જેસાવાડા ખાતે પ્રાચીન વિશ્વ પ્રસિદ્ધ ગોળ ગધેડાના મેળામાં આદિવાસી માનવ મહેરામણ ઉમટયું.


પ્રાચીન સમયમાં સ્વયંવર માટે યોજાતો આ મેળો હાલ મનોરંજન માટે ઉજવાય છે.

-પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવામાં અડીખમ રહ્યો છે

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે આજરોજ ગોળ ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતુ.દાહોદ જિલ્લાના લોકો સહિત આસપાસના રાજ્યોના લોકો મેળો જોવા ઉમટી પડયાa હતા. જેસાવાડા ખાતે પરંપરાગત ગોળ ગધેડાનો મેળા આજે ભરાયો હતો. આ મેળો વિશ્વ પ્રસિધ્ધ પામેલો મેળો ગણાય છે. મેળામાં સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં રોપવામાં આવ્યો હતો
આશરે ૨૫ થી ૩૦ ફૂટ ઉંચા થડની ટોચે ગોળની થેલી લટકાવી હતી.આ થડની આજુબાજુ આદિવાસી કુંવારીકાઓ સાંસ્કૃતિક લોકગીતો ઢોલના તાલે નાચતી નાચતી હાથમાં નેતરની સોટી લઈ ગોળ ગોળ ધુમતી નજરે પડી હતી. તેઓની નજર ચુકવીયુવાનો થાંભવા ઉપર ચઢવાનો પ્રયત્ન કરતાં જોવા મળ્યા હતા. ગોળગોળ ધુમતી યુવતીઓ આ યુવાનોને સોટીના માકર મારી ઉપર ચઢતા રોકતી યુવતીઓ નજરે પડી હતી. કહેવાય છે કે, જે યુવાન ઉપર ચઢવામાં સફળ રહે તે યુવાન નીચે ધુમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન કરતો હતો પણ ધીમે ધીમે પ્રથામાં બદલાવ આવ્યો છે.હવે માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બનવા પામી છે .તેમ છતાં મેળો પોતાનું આગળુ મહત્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે.મેળામાં ખાણીપીણીના સ્ટોલો, રમત ગમતના હિંચકા, ઝૂલા જોવા મળ્યા હતા.તેમાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લોકો પોતાનો આગવો પહેરવેશ સાથે ઢોલ નગારા વગેરે વાંજિત્રો સાથે મેળામાં જોવા મળ્યા હતા.મેળાનો નજારો આહ્લાદક અને આકર્ષણ જમાવે તેવો હતો. હવે માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બનવા પામી છે .તેમ છતાં મેળો પોતાનું આગળુ મહત્વ જાળવી રાખવામાં સફળ રહ્યો છે.મેળામાં ખાણીપીણીના સ્ટોલો, રમત ગમતના હિંચકા, ઝૂલા જોવા મળ્યા હતા.તેમાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લોકો પોતાનો આગવો પહેરવેશ સાથે ઢોલ નગારા વગેરે વાંજિત્રો સાથે મેળામાં જોવા મળ્યા હતા.મેળાનો નજારો આહ્લાદક અને આકર્ષણ જમાવે તેવો હતો.

આ વખતે ગોળ ગધેડાના મેળામાં જેસાવાડા ગામનો યુવક રાહુલ ભગતસિંહ કટારા આ થડ પર સૌથી પહેલા ચડી ગયો હતો અને ગોળની પોટલી ઉતારી વિજય બન્યો હતો.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.