ભાવનગર રેલ્વે મંડળે વર્ષ 2023-24માં ટિકિટ ચેકિંગથી રૂ.5.30 કરોડ વસૂલ કર્યા - At This Time

ભાવનગર રેલ્વે મંડળે વર્ષ 2023-24માં ટિકિટ ચેકિંગથી રૂ.5.30 કરોડ વસૂલ કર્યા


ભાવનગર રેલ્વે મંડળે વર્ષ 2023-24માં ટિકિટ ચેકિંગથી રૂ.5.30 કરોડ વસૂલ કર્યા

વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનને ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં જબરદસ્ત સફળતા મળી છે.ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ભાવનગર ડિવિઝનમાં ટિકિટ ચેકિંગ સતત કરવામાં આવી રહ્યું છે અને 2023-24ના નાણાકીય વર્ષ દરમિયાન ટિકિટ ચેકિંગથી 5.30 કરોડ રૂપિયાની રેલ રાજસ્વ ટિકિટ વિના મુસાફરી કરનારા/અયોગ્ય ટિકિટોથી વસૂલવામાં આવી છે,જે છેલ્લા નાણાકીય વર્ષ 2022-23ના લગભગ રૂ.5.58 કરોડની નજીક છે.નાણાકીય વર્ષ 2023-24માં કુલ 79737 કેસ નોંધાયા છે,જેમાંથી કેટલાક એવા મુસાફરો હતા જેઓ ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હતા. આ સિવાય રેલવેના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે.જૂનાગઢના ટીટીઆઈ એ.એસ.તનવીરે 3489 કેસમાં રૂ. 29.50 લાખની વસૂલાત કરી છે.આ માટે તેમને જનરલ મેનેજર દ્વારા અવાર્ડ પણ આપવામાં આવ્યું છે.મહિલા ટિકિટ ચેકિંગ સ્ટાફમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન શ્રીમતી જેના એસ.દ્વારા કરવામાં આવ્યુ છે,જે 2968 કેસમાં 22.93 લાખ રૂપિયા વસૂલ કર્યું છે.ઇમરાન મુંશી,આર.એસ.-પોરબંદર દ્વારા 1765 કેસમાં રૂ.8.57 લાખની વસૂલાત કરવામાં આવી છે.ટિકિટ ચેકિંગ દરમિયાન અત્યાર સુધીની UPI ચૂકવણીની ટકાવારીની દ્રષ્ટિએ ભાવનગર ડિવિઝન પશ્ચિમ રેલવેમાં સર્વોચ્ચ સ્થાને છે.છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં ભાવનગર ડિવિઝન પર ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના દિશા નિર્દેશ અનુસાર,વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદ અને સહાયક વાણિજ્ય પ્રબંધક કલ્પેશ જી.દવેની દેખરેખ હેઠળ ઘણી વખત ખાસ ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.શરદ વર્મા,મુખ્ય ટિકિટ નિરીક્ષક-ભાવનગરની પણ આમાં મહત્વની ભૂમિકા હતી.આ ઝુંબેશ દરમિયાન,ટિકિટ વિના મુસાફરી કરતા/અયોગ્ય ટિકિટ અને બુક વગરનો સામાન લઈ જતા મુસાફરોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
સીનિયર ડીસીએમ માશૂકે કહ્યું કે વિવિધ માધ્યમો દ્વારા મુસાફરોને યોગ્ય ટિકિટ પર મુસાફરી કરવા વિશે જાગૃત કરવામાં આવે છે.આમ છતાં બેદરકારી દાખવવા બદલ ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા નિયમ મુજબ દંડ વસુલવામાં આવી રહ્યું છે.વેઇટિંગ લિસ્ટ ઈ-ટિકિટ પર મુસાફરી કરવાની પરવાનગી નથી.એ જ રીતે પ્લેટફોર્મ ટિકિટ પણ મુસાફરી માટે માન્ય નથી.તેથી,વેઇટિંગ લિસ્ટ ઇ-ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ સાથે મુસાફરી કરશો નહીં.તમારો સામાન બુક કરો,જેથી પ્રવાસ દરમિયાન કોઈ અસુવિધા ન થાય.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.