છેતરપિંડી કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈ ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકોમાં બગોદરા પોલીસે ઝડપી પાડયા મુદ્દા માલ રિકવર કરી ભેદ ઉકેલ્યો - At This Time

છેતરપિંડી કરી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ લઈ ફરાર થયેલા આરોપીને ગણતરીના કલાકોમાં બગોદરા પોલીસે ઝડપી પાડયા મુદ્દા માલ રિકવર કરી ભેદ ઉકેલ્યો


અમદાવાદ : છેતરપિંડી કરી સોના ચાંદી ના દાગીના તથા રોકડ રકમ લઇ ફરાર થયેલ આરોપીઓને ગણતરી ના કલાકો માં બગોદરા પોલીસે ઝડપી પાડી તમાંમ મુદામાલ રિકવર કરી ગુન્હા નો ભેદ ઉકેલ્યો
તાજેતર માં બગોદરા પોલિસ મથકે રાજકોટ ના સોના ચાંદી ની દુકાન ચાલવતા ધીરુભાઈ નડીયાપરા એ ફરિયાદ નોંધાવી હતી કે તમની ઉતરપ્રેદેશ આગ્રા માં પણ એક દુકાન આવેલી છે ને સાથે સાથે કુરિયર નું પણ કામ કરું છું ને મારો ડ્રાઈવર સુનિલભાઈ નટુભાઈ ત્રિવેદી આગ્રા ની દુકાને જઈ ને સોના ચાંદી ના દાગીના અને રોકડ રકમ એમ કુલ 60 લાખ 71 હજાર નો મુદામાલ લઇ રાજકોટ આવી રહ્યો હતો ત્યારે બગોદરા હાઇવે પર મુદામાલ લઇ ગાડી માંથી ઉતારી ને ફરાર થઇ ગયો હતો
ત્યારે બગોદરા પોલિસે ફરિયાદ નોંધી આરોપી સુનિલ ત્રિવેદી અને તેને મદદ કરનાર જોગેનભાઈ ત્રિવેદી રહે ઉમરાળા ને ઝડપી પાડી તમામ મુદામાલ રિકવર કરી ગણતરી ના કલાકો માં ગુન્હા નો ભેદ ઉકેલી દીધો હતો

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.