ભાવનગર-બોટાદ-ધંધુકા ધોળકા રેલ રૂટ પર હરિદ્વાર ટ્રેન દોડાવવા મુસાફરોની રજૂઆત. - At This Time

ભાવનગર-બોટાદ-ધંધુકા ધોળકા રેલ રૂટ પર હરિદ્વાર ટ્રેન દોડાવવા મુસાફરોની રજૂઆત.


બોટાદ- ધંધુકા ધોળકા રેલ રૂટ પર હરિદ્વાર ટ્રેન દોડાવવા મુસાફરોની રજૂઆત.

ભાવનગર -બોટાદ, ધંધુકા ધોળકા, બાવળા સાથે રેલ્વે તંત્રનું ઓરમાયુ વર્તન.

બોટાદ અને અમદાવાદ વચ્ચે વાયા ધંધુકા ધોળકા વાળી બ્રોડગેજ રેલ્વે લાઈન ચાલુ થઈ ગયા ને લાંબો એવો સમય વીતી ગયો છે હવે આ રેલ્વે લાઈન ચાલુ થતા ભાવનગર – બોટાદ - ધંધુકા - ધોળકા - બાવળા થઈ – અમદાવાદનો સળંગ બ્રોડગેજ રેલ્વે લાઈન વ્યવહાર ચાલુ થઈ ગયો છે. આ રૂટ ઉપર હજુ લાંબા અંતરની ટ્રેન ચાલુ થઈ જ નથી.

જાણવા મળતી વિગત મુજબ આગામી દિવસોમાં ભાવનગર - - હરિદ્વારની ટ્રેન ચાલુ થવાની છે આ લાંબા અંતરની ટ્રેનની વાયા બોટાદ – ધંધુકા – ધોળકા બાવળા અમદાવાદ થઈ દોડાવવામાં આવે તેવી સમગ્ર પંથકની જનમાંગ છે.

બોટાદથી રાણપુર લીંબડી જવાના કિલોમીટર વધારે છે અને સુરેન્દ્રનગર થઈ થઈ અમદાવાદ બોટાદ થી વાયા ધંધુકા ધોળકાવાળી રેલ્વે ઉપ૨ કિલોમીટ૨ ઓછા છે એટલે રેલ્વેના સમયનો તેમજ નાણા નો બચાવ થાય તેમ છે. વળી રાજકોટ સુરેન્દ્રનગર થઈ અમદાવાદ વચ્ચે લાંબા અંતરની અનેક ટ્રેનો દોડે છે એટલે ભાવનગર બોટાદ વાયા ધંધુકા ધોળકા રેલ્વે લાઇન ઉપર લાંબા અંતરની ટ્રેન ભાવનગર હરિદ્વાર દોડાવવા જનમાંગ હોવાનું અને આ બાબતની ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરાઈ હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700
+917600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.