ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા સોશિયલ મીડિયા વિભાગની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઇ... - At This Time

ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા સોશિયલ મીડિયા વિભાગની બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઇ…


ગુજરાત પ્રદેશ ભાજપા સોશિયલ મીડિયાના સહ-ઈન્ચાર્જશ્રી મનનભાઈ દાણી ની વિશેષ ઉપસ્થિતિમાં અને જિલ્લા ભાજપાના અધ્યક્ષશ્રી ભીખુભા વાઘેલા ની અધ્યક્ષતા યોજાયેલ હતી. આ બેઠકમાં પુર્વ કેબિનેટ મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, સૌરાષ્ટ્ર ઝોન ઈન્ચાર્જશ્રી જીતુભાઈ પાઘડાળ, સહ-ઇન્ચાર્જશ્રી અનિલભાઈ જેઠલોજા, સહ-ઈન્ચાર્જશ્રી અભયસિંહ ચાવડા, પ્રદેશ કારોબારી સોશિયલ મીડિયા સદસ્યશ્રી કિશનભાઈ પરમાર, બોટાદ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઇ સાવલિયા, યુવા મોરચાના અધ્યક્ષશ્રી જીજ્ઞેશભાઈ બોળિયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી હિંમતભાઈ મકવાણા, જિલ્લા આઈ.ટી સેલના ઈન્ચાર્જશ્રી ઉદિતભાઈ જોષી, જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારોશ્રીઓ અને જિલ્લા સોશિયલ મીડિયા ટીમ તેમજ મંડલના સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ અને સહ-ઈન્ચાર્જશ્રીઓ, કાર્યકર્તાઓ હાજર રહ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા સોશિયલ મીડિયાના ઈન્ચાર્જશ્રી ધવલભાઈ ચાવડા, જિલ્લા સહ-ઈન્ચાર્જશ્રી ચેતનભાઈ ઝાલા તેમજ જિલ્લા સહ ઈન્ચાર્જશ્રી મનસુખભાઈ મેર દ્વારા કરવામા આવ્યું હતું.

ripot-asharaf jangad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.