વિસાવદર ખાતે આવેલ શ્રીચેતન્ય હનુમાન ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

વિસાવદર ખાતે આવેલ શ્રીચેતન્ય હનુમાન ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું


વિસાવદર ખાતે આવેલ શ્રીચેતન્ય હનુમાન ગ્રુપ દ્વારા તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું

વિસાવદર ખાતે આવેલ શ્રીચેતન્ય હનુમાન મંદિરે તુલસી વિવાહ રાખવામાં આવેલા હતા
તુલસી વિવાહ વિસાવદર એસટી બસ્ટેન્ડ ખાતે આવેલ ચેતન્ય હનુમાન મન્દિરે રાખવામાં આવેલ હતા ત્યારે તુલસી વિવાહ કન્યા પક્ષ તરફથી જેન્તીભાઈ ભુવા તેમજ વિજય ભાઈમહેતા ફ્રૂટવાળા
વર પક્ષમાંથી અમૃતભાઈ રાઠોડ (ઇટુ )વાળા

4 નવેમ્બરે દેવઊઠી એકાદશી છે. જેને 'દેવપ્રબોધિની એકાદશી' પણ કહેવાય છે. સાથે તુલસી વિવાહ પણ છે. પદ્મપુરાણ અને વિષ્ણુ પુરાણ અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગૃત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુના શાલીગ્રામ સ્વરૂપની તુલસીના છોડ સાથે લગ્ન કરાવવાની પરંપરા છે. સાંજના સમયે ઘરોમાં અને મંદિરોમાં દિવા પ્રગટાવી સૂર્યાસ્તના સમયે ભગવાન વિષ્ણુ અને તુલસીના લગ્ન કરાવવામાં આવે છે.ત્યારે વિસાવદર ચેતન્ય હનુમાન ગ્રુપ દ્વારા પણ તારીખ 5/11/2022ના રોજ તુલસી વિવાહ નુ આયોજન કરવામાં આવેલ હતુ અને હનુમાન પરા માંથી ઠાકોરજીની જાજેરી જાન વિસાવદર ની મેઈન બજારમાં થી થઈને ચેતન્ય હનુમાન મન્દિરે પહોંચી હતી

વિસાવદર નવા બસ્ટેન્ડ ખાતે આવેલ ચેતન્ય હનુમાન મન્દિર ગ્રુપ ના પ્રમુખ કેશુભાઈ ભુવા તેમજ ચેતન્ય હનુમાન ગ્રુપ માં સેવકોની અથાગ સેવા દ્વારા આખા વર્ષ ની સેવા ક્રમ માં ઉજવવામાં આવતા મુખ્ય મહોત્સવ અને તહેવારો જે વાકે આજની છે દેવઊઠી એકાદશી
કારતક મહિનાના સુદ પક્ષની એકાદશી દેવઊઠી એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ વખતે શુક્રવારે અને 4 નવેમ્બરે આ એકાદશીનું પર્વ ઊજવાશે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગનિંદ્રાથી જાગે છે અને સૃષ્ટિનો ભાર સંભાળે છે. આ દિવસે ભગવાન શાલિગ્રામ અને તુલસીના લગ્ન કરવાની પણ પરંપરા છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ દિવસથી લગ્ન, ગૃહપ્રવેશ અને અન્ય માંગલિક કામ શરૂ થઈ જાય છે.
તથાઆ તુલસી વિવાહ નો ભાઈયો તેમજ બહેનોએબહોળી સઁખ્યા મા લાભ લીધો હતો

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.