ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બામરોલી રોડ ઉપર મહારાણા પ્રતાપ ચોકથી સમ્રાટનગર સુધીના ગેરકાયદેસર દબાણ હટાવવા ટ્રાફીક ડ્રાઈવ યોજાઈ - At This Time

ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરના બામરોલી રોડ ઉપર મહારાણા પ્રતાપ ચોકથી સમ્રાટનગર સુધીના ગેરકાયદેસર દબાણ હટાવવા ટ્રાફીક ડ્રાઈવ યોજાઈ


ગોધરા

તા.૨૭/૦૨/૨૦૨૪ના રોજ બપોરના ૨-૩૦ કલાકથી ૬-૩૦ વાગ્યા દરમ્યાન કલેકટરશ્રી પંચમહાલ,ગોધરાના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટરશ્રી ગોધરા પ્રાંત ગોધરાની અધ્યક્ષતામાં ગોધરા શહેર ખાતે બામરોલી રોડ ઉપર મહારાણા પ્રતાપ ચોકથી સમ્રાટનગર સુધીના રોડ ગેરકાયદેસર દબાણ હટાવવા ટ્રાફીક ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે ડ્રાઈવમાં મહેસુલ વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાફીક વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, ગોધરા નગરપાલીકા, આર.ટી.ઓ.,એમ.જી.વી.સી.એલ. વિગેરે વિભાગો દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સદર ડ્રાઈવમાં જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ ૧૫૨(એક સો બાવન) જેટલા ઓટલાઓ, કમ્પાઉન્ડ વોલ કે અન્ય રીતે કરેલ દબાણોને તોડી પાડવામાં આવ્યા હતા, વધુમાં આર.ટી.ઓ દ્વારા ૪(ચાર) નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલ વાહન અંગે સ્થળ ઉપર રૂા.૩૫૦૦/- (અંકે રૂપિયા ત્રણ હજાર પાંચ સો પુરા)નો દંડ ફટકારાયો હતો.

સદર ડ્રાઈવ દરમ્યાન લોકોને જાહેર રસ્તાને અવરોધ થાય તે રીતે વાહન પાર્કિંગ કે દબાણ ન કરવા તેમજ ગંદકી ન કરવા સમજુત કરી,જનજાગૃતિ માટે અપીલ કરાઇ હતી.આવનાર સમયમાં આ પ્રકારની ડ્રાઈવ વહીવટીતંત્ર દ્વારા સમયાંતરે યોજી, કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ,ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ ડી.જૈતાવત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.