રાજસ્થાનમાં વિદ્યાર્થીના મોત મામલે વડોદરા પહોંચેલા રાજસ્થાનના મુખ્યમંત્રી સામે દેખાવો: સ્વયં સૈનિક દળના 70 સૈનિકોની પોલીસે કરી અટકાયત - At This Time

રાજસ્થાનમાં વિદ્યાર્થીના મોત મામલે વડોદરા પહોંચેલા રાજસ્થાનના મુખ્યમંત્રી સામે દેખાવો: સ્વયં સૈનિક દળના 70 સૈનિકોની પોલીસે કરી અટકાયત


વડોદરા, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારરાજસ્થાનમાં પાણી પીવા મુદ્દે શિક્ષકના મારથી વિદ્યાર્થીનું મોત નીપજતા કડક કાર્યવાહીની માંગ સાથે વડોદરામાં સ્વયં સૈનિક દળ દ્વારા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા 70 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી છે. રાજસ્થાનમાં પાણી પીવા મુદ્દે શિક્ષકે દલિત વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું .જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. દરમિયાન આજરોજ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત વડોદરાના અકોટા ખાતે આવેલ સર સયાજીનગર ગૃહ ખાતે રાજકીય કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચવાના હોય સર સયાજીરાવ નગર ગૃહ ખાતે સ્વયં સૈનિક દળે વિરોધ નોંધાવ્યો હતો. 200 થી વધુ સંખ્યામાં ઉપસ્થિત સૈનિકોએ રાજસ્થાનની ઘટનાને વખોડી કાઢી જણાવ્યું હતું કે, આઝાદીના 75 માં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે હજુ પણ છૂત અછૂતની પરંપરા જોવા મળી રહી છે. સરકાર આ મામલે કડક કાર્યવાહી નહિ કરે તો તેના પડઘા સમગ્ર દેશમાં પડશે. તો બીજી તરફ વોર્નિંગ આપવા બાદ પણ આંદોલન નહીં સમેટાતા વિરોધ પ્રદર્શન કરી રહેલા 70 થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી હતી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.