ડિગ્રી ઈજનેરીમાં ૨૯ હજાર રજિસ્ટ્રેશન : આ વર્ષે ૩૬ હજાર બેઠક ખાલી રહેશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/degree-eng-registration-only-29000-and-b-group-students-1600/" left="-10"]

ડિગ્રી ઈજનેરીમાં ૨૯ હજાર રજિસ્ટ્રેશન : આ વર્ષે ૩૬ હજાર બેઠક ખાલી રહેશે


અમદાવાદ,ધો.૧૨ સાયન્સ
પછીના ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા
અંતર્ગત બીજીવાર વધારેલી રજિસ્ટ્રેશન મુદત આજે પૂર્ણ થઈ ગઈ છે.આ વર્ષે ૨૯ હજારથી
પણ ઓછુ રજિસ્ટ્રેશન થયુ છે.૬૫ હજારથી વધુ બેઠકો સામે આ વર્ષે પ્રવેશ પહેલા ૩૬ હજાર
બેઠકો ખાલી પડી છે. જ્યારે ડિટુડી ઈજનેરીમાં ૧૪ હજાર જેટલુ રજિસ્ટ્રેશન થયુ છે.ગત
વર્ષે ડિગ્રી ઈજનેરીમા ૩૬ હજારથી વધુ અને ડિટુડીમાં ૧૬ હજારથી વધુ રજિસ્ટ્રેશન થયુ
હતું.આમ આ વર્ષે બંને માટે રજિસ્ટ્રેશન ઘટયુ છે.ડિગ્રી
ઈજનેરી માટે  સરકારની પ્રવેશ સમિતિ એસીપીસી
દ્વારા ૩૧મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૃ થયુ છે.પરંતુ સીબીએસઈના પરિણામમાં વિલંબ થતા
બે વાર રજિસ્ટ્રેશન મુદત વધારી પ્રવેશ કાર્યક્રમ બે વાર બદલવામા આવ્યો હતો.વધારેલી
બીજી વારની મુદત આજે પૂર્ણ થઈ છે.આ વર્ષે ડિગ્રી ઈજનેરીમાં સરકારી કોલેજોની બેઠકો
વધવા સાથે ૬૫ હજારથી વધુ બેઠકો છે અને જેની સામે ૨૯ હજારથી પણ ઓછુ રજિસ્ટ્રેશન થયુ
છે.જેથી પ્રવેશ પહેલા જ ૩૬ હજાર બેઠકો ખાલી પડી છે. આ વર્ષે સરકારી કોલેજોમાં
જ્યાં બેઠકો વધી છે ત્યાં બીજી બાજુ એ ગુ્રપના વિદ્યાર્થીઓ ખૂબ જ ઘટયા છે.આજ સાંજ
સુધીમાં ૨૯૨૮૩ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા અને જેમાંથી ૨૮૮૬૦ વિદ્યાર્થીએ
ફી ભરી ફાઈનલ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. એઆઈસીટઈના
નવા નિયમો મુજબ બી ગુ્રપના વિદ્યાર્થીઓ આઠથીદસ જેટલી બ્રાંચમાં પ્રવેશ માટે લાયક
છે ત્યારે આ વર્ષે બી ગુ્રપના ૧૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઈજનેરી પ્રવેશ માટે
રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. ગુજરાત બોર્ડના પ્રવેશ લાયકાત મુજબ લાયક ૨૭ હજારથી વધુ
વિદ્યાર્થીઓથમાંથી ૨૨૭૦૦ અને સેન્ટરલ બોર્ડના ૪૭૦૦થી વધુ લાયક વિદ્યાર્થીમાંથી
૪૨૦૦થી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જ્યારે ડિપ્લોમા ટુ ડિગ્રી
ઈજનેરીમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રક્રિયા અંતર્ગત આજે રજિસ્ટ્રેશનનો
છેલ્લો દિવસ હતો. જેમાં ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓનું ફાઈનલ રજિસ્ટ્રેશન થયુ છે.જો
કે ડિટુડીમાં આ વર્ષે ૩૬૮૧૪ બેઠકો છે.આમ ડિટુડીમાં ૨૨ હજાર જેટલી બેઠકો ખાલી પડશે.
રજિસ્ટ્રેશન પ્રક્રિયા બાદ હવે ડિગ્રી ઈજનેરીમં ૧૨મીએ ગુજકેટ આધારીત પ્રોવિઝનલ મેરિટ
લિસ્ટ જાહેર થશે.

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]