દેવું વધી જતા યુવાને ન્યારી-2 ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો, 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dcbcszlppcapiawz/" left="-10"]

દેવું વધી જતા યુવાને ન્યારી-2 ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો, 4 વર્ષ પહેલા લગ્ન થયા હતા


રાજકોટના યુવાને દેવું વધી જતા પડધરીના રંગપર ગામ પાસે આવેલા ન્યારી-2 ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથી ધરી હતી. પોલીસ તપાસમાં દેવું વધી જતા યુવાને આ પગલું ભર્યાનું ખુલ્યું છે. યુવાનના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના પડધરી તાલુકાના રંગપર ગામ નજીક હનુમાનધારા પાસે આવેલ ન્યારી-2 ડેમમાંથી સવારે અજાણ્યા યુવાનની લાશ મળી આવતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ડેમ પરથી મળી આવેલ મોબાઈલ ફોન અને બાઈક પર પોલીસે તપાસ કરતાં મરનાર યુવાન રૈયા રોડ પર રામાપીર ચોકડી પાસે મીલેનીયમ હાઈટ્સ પાસે આવેલ શાંતિનગરમાં રહેતા કિશન રમેશભાઈ મોડાસરા (ઉં.વ.29) નામના સોની યુવાનનો હોવાનું જાણવા મળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]