મનપામાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલરાઈઝડ કરવા 8,270 અરજી, માત્ર 2,152 મંજૂર; અનઅધિકૃત બાંધકામની 75 અરજી નામંજૂર - At This Time

મનપામાં ગેરકાયદે બાંધકામો રેગ્યુલરાઈઝડ કરવા 8,270 અરજી, માત્ર 2,152 મંજૂર; અનઅધિકૃત બાંધકામની 75 અરજી નામંજૂર


રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત બાંધકામો યોગ્ય નિયમોના આધારે કાયદેસર કરવાની ઇમ્પેક્ટ ફી યોજનાને આ વખતે પણ સામાન્ય પ્રતિસાદ મળ્યો છે. મનપાની ટીપી શાખાના જણાવ્યા મુજબ આ વખતે ઇમ્પેકટ ફી યોજના હેઠળ 8,270 આસામીએ તેમની માલિકીના અનઅધિકૃત બાંધકામો નિયમબધ્ધ કરાવવા અરજી મૂકી હતી. જેની ટીપી શાખા દ્વારા ચકાસણી કરીને મંજૂરી આપવાની પ્રક્રિયા થતી હોય છે. જેમાં આજ સુધીમાં 2,152 અરજી મંજૂર કરીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. હજુ 6,043 અરજીની ચકાસણી ચાલી રહી છે. તો મનપા દ્વારા સરકારી જમીન, રસ્તા સહિતની જગ્યા પર બાંધકામ કે સંપૂર્ણ અનઅધિકૃત બાંધકામ જેવી 75 અરજી નામંજૂર કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.