આવો આપણે સૌ ભેગા થઈને મદદરૂપી દીવો પ્રગટાવીએ - At This Time

આવો આપણે સૌ ભેગા થઈને મદદરૂપી દીવો પ્રગટાવીએ


"મારી દિવાળી સૌની દિવાળી"

વસ્ત્રદાન

આજરોજ બોટાદ ના બરવાળા તાલુકાના સાળંગપુર ગામ ખાતે બરવાળા ના સેવાભાવી લોકો દ્વારા જે જુના કપડાનું દાન કરવામાં આવ્યું હતું તે કપડા અને સાળંગપુર BAPS મંદીર દ્વારા મીઠાઈ નો પ્રસાદ આપવામાં આવેલ તે દિવાળીના સમયે જરૂરિયાતમંદ લોકો અને પરિવારો સુધી પોહોચાડવા ની કામગીરી હાથ ધરવામાં આવેલ જેમાં એકત્ર કરેલ કપડાનુ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકા સંયોજક અરવિંદભાઈ સારોલા અશ્વિનભાઈ ખેરાળીયા તેમજ યુવા કેન્દ્ર ના સભ્યો દ્વારા વિતરણ કરવા માં આવેલ જેમાં બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકા મંડળ મહામંત્રી શ્રી વીજયભાઈ ખાચર ની ઉપસ્થિતિ માં સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો.

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બરવાળા તાલુકો

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.