જૂનાગઢ ના ભેસાણ મા પટેલ સમાજ વાડી ખાતે વિવિધ સંસ્થા ઓ દ્વારા સત્કાર સમારોહ યોજાયો. ....... - At This Time

જૂનાગઢ ના ભેસાણ મા પટેલ સમાજ વાડી ખાતે વિવિધ સંસ્થા ઓ દ્વારા સત્કાર સમારોહ યોજાયો. …….


........ જૂનાગઢ ના ભેસાણ મા પટેલ સમાજ વાડી ખાતે વિવિધ સંસ્થા ઓ દ્વારા સત્કાર સમારોહ યોજાયો. ........ જૂનાગઢ ના ભેસાણ માં પટેલ સમાજ વાડી છોડવડી રોડ ખાતે વિવિધ સંસ્થા ઓ દ્વારા એક સત્કાર સમારોહ નું આયોજન કરવા મા આવ્યું હતું જેનું મુખ્ય કારણ જે ભેસાણ/વિસાવદર વિધાન સભા ની આમ આદમી પાર્ટી ની ટીકીટ મળવા ની ખુશી માં ભેસાણ ના હોનહાર યુવા નેતા અને સેવાભાવિ યુવાન જે સમગ્ર પંથક મા 108 ની છાપ ધરાવે છે તેને ટિકિટ મળતા તમામ સંસ્થા દ્વારા તેનું સન્માન સમારોહ નું આયોજન કરવા માં આવ્યું હતું જેમાં તમામ વેપારી એસોસીયન તેમજ તમામ ગામો માં જે ખોડલધામ સમિતિ યો અને તમામ ગરબી મંડળ સમિતિ યો તેમજ ભેસાણ ડાયમંડ એસો સિયેશન તેમજ ભેસાણ તાલુકા ના દરેક ગામના મુસ્લિમ સમાજ પ્રમુખો હાજર રહ્યા હતા જેમાં દલિત સમાજ ના અગ્રણી ઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા જેમાં વિસાવદર ના આજુ બાજુ ના ગામ માંથી અમુક સરપંચો હાજર રહ્યા હતા જેમાં તમામ સંસ્થા અને તમામ સમાજ ના અગ્રણી ઓ દ્વારા ફૂલ હાર તેમજ સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવા માં આવ્યું હતું અને સાથે મળી જીત નો વિશ્વાસ આપ્યો હતો આતકે આ સમારોહ માં ભેસાણ/વિસાવદર ના તમામ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ગામડા ઓ માંથી મોટી સંખ્યા મા લોકો હાજર રહ્યા હતા આતકે આ સમારોહ માં જીલા ના વિધાનસભા ના ઇન્ચાર્જ અને જિલ્લા આપ ના પૂર્વ પ્રમુખ અતુલ સેખડા અને જિલ્લા ના આપ ના પ્રમુખ ભરત કાતરોડીયા તેમજ વિસાવદર થી સમીર પટેલ તેમજ હરેશ સાવલિયા તેમજ ડૉ. વધાસિયા તેમજ ભેસાણ ના આમ આદમી પાર્ટી ના તમામ કાર્યકરો તેમજ મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ હબીબ બાપુ સહિત ના તમામ નામી અનામી આગેવાનો ઉપસ્થત રહ્યા હતા અને ભૂપત ભાયની એ કોંગેશ માંથી બીજેપી મા સામીલ થયેલ ધારાસભ્ય ઉપર આકરા પ્રહારો કર્યા હતા........... રિપોર્ટ. બાય... પંકજ વેગડા ચુડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon