પ્રત્યેક નાગરિકનાં સ્વાસ્થ્યની કરે છે દરકાર, આરોગ્યલક્ષી સેવાઓમાં અગ્રેસર ડબલ એન્જિનની સરકાર - At This Time

પ્રત્યેક નાગરિકનાં સ્વાસ્થ્યની કરે છે દરકાર, આરોગ્યલક્ષી સેવાઓમાં અગ્રેસર ડબલ એન્જિનની સરકાર


જરૂરિયાતમંદ લોકોની સંજીવની: આયુષ્યમાન કાર્ડ દેશના કરોડો પરિવાર માટે વરદાન સમાન

આયુષ્યમાન કાર્ડ રૂપે સરકારશ્રી તરફથી દેશનાં નાગરિકોને “આયુષ્યમાન ભવ:”નાં આશીર્વાદ

મને કે મારા પરિવારના સભ્યોને અચાનક કોઈ બીમારી આવી જાય તો હવે સારવાર માટે ઉછીના નાણાં કે લોન નહીં લેવી પડે: અલ્પાબેન શેખ, આયુષ્યમાન કાર્ડધારક

હવે સરકારશ્રી જ અમારા પરિવારના સભ્યની જેમ અમારી બીમારીનો ખર્ચ ઉઠાવશે, મારા પરિવારની મોટી ચિંતા દૂર થઈ: આયુષ્યમાન કાર્ડધારક

“મને કે મારા પરિવારના સભ્યોને અચાનક કોઈ બીમારી આવી જાય તો સારવાર માટે હવે ઉછીના નાણાં કે લોન નહીં લેવી પડે, આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત કાર્ડ મળતાં હવે અમે આરોગ્ય ક્ષેત્રે નચિંત બન્યાં છીએ.” આ શબ્દો છે બોટાદનાં રહેવાસી અલ્પાબેન ભરતભાઈ શેખનાં. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ “જરૂરિયાતમંદ માટે સંજીવની” સમાન આયુષ્યમાન ભારત યોજનાનો 2018માં શુભારંભ કર્યો હતો. દેશનાં લોકોને આરોગ્યલક્ષી સુવિધા અને સારવાર મળી રહે તેવા હેતુથી શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત કરોડો પરિવારોને લાભ મળી રહ્યો છે.

સરકારશ્રીનો આભાર માનતા અલ્પાબેને જણાવ્યું હતું કે, “સરકારશ્રીની આયુષ્યમાન યોજના અંતર્ગત કાર્ડ મારા અને મારા પરિવાર માટે જાણે સુરક્ષા કવચ સમાન છે તેવી લાગણી થઈ રહી છે. આયુષ્યમાન કાર્ડનાં સથવારે હવે અમારે પરિવારમાં કોઈ સભ્ય બીમાર પડશે તો સારવાર માટે અમારે કોઈ પાસે હાથ નહીં લંબાવવો પડે. હવે સરકારશ્રી જ અમારા પરિવારના સભ્યની જેમ અમારી બીમારીનો ખર્ચ ઉઠાવશે. મારા પરિવારની મોટી ચિંતા દૂર થઈ છે.” આપણાં દેશમાં અલ્પાબેન જેવાં કરોડો લાભાર્થીઓ આ યોજના અંતર્ગત અનેક બિમારીઓની સારવાર કરાવી રહ્યા છે.

આયુષ્માન ભારત PM-JAY એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે, જેનો ઉદ્દેશ્ય દર વર્ષે કુટુંબ દીઠ રૂ.5 લાખનું આરોગ્ય કવચ પ્રદાન કરવાનો છે. યોજના હેઠળની સેવાઓ તમામ સરકારી હોસ્પિટલો અને સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલોમાં સુવિધાઓમાં મેળવી શકાય છે. આ યોજના અન્વયે આવક મર્યાદા અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થી પરિવારોને પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ તરીકે ઓળખાતું સ્માર્ટ કાર્ડ પ્રદાન કરવામાં આવે છે. જેથી તેઓ સરકારી હોસ્પિટલ અથવા સરકારશ્રી તરફથી નક્કી કરાયેલી ખાનગી હોસ્પિટલમાં જઈને નિ:શુલ્ક સારવાર મેળવી શકે છે.

આપણાં દેશની સંસ્કૃતિમાં પરિવારનાં મોભી દ્વારા “આયુષ્યમાન ભવ:” કહીને દીર્ઘાયુ માટેના આશીર્વાદ આપવાની પ્રથા છે. પરંતુ સ્વાસ્થ્યલક્ષી વીમા કવચ પ્રદાન કરીને સરકારશ્રીએ જ ખરાં અર્થમાં દેશનાં નાગરિકોને “આયુષ્યમાન ભવ:” ના આશીર્વાદ આપ્યાં છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.