સહી પોષણ, દેશ રોશન
પ્રોટીનથી ભરપુર ફણગાવેલ ચણા ખાવાથી તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે અનેક ફાયદા
ચણા ખાવાનાં ફાયદા: તણાવ દૂર થાય, રોગપ્રતિકારક શક્તિ વધે, સગર્ભા સ્ત્રીઓ માટે આરોગ્યપ્રદ આહાર
આપણાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૮થી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી આરંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જન જાગૃતિ માટે 'રાષ્ટ્રીય પોષણ માહ'ની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ વિટામીનસભર વસ્તુઓનો જો રોજિંદા ખોરાકમાં સમાવેશ કરવામાં આવે તો આપણાં સ્વાસ્થ્યને અનેક ફાયદા થઈ શકે છે. ત્યારે આજે આપણે વાત કરીશું કઠોળ શ્રેણીમાં સ્થાન પામતાં આરોગ્યપ્રદ ચણા આરોગવાથી થતાં વિશેષ ફાયદાઓ વિશે. ચણા ખાવાથી સામાન્ય માણસોને તો લાભ થાય જ છે સાથોસાથ સગર્ભા મહિલાઓ માટે પણ ચણા અનેક રીતે ફાયદાકારક છે.
સવારે ભૂખ્યાં પેટે ફણગાવેલાં ચણા ખાવાથી શરીર મજબૂત બને છે અને બીમારીઓ દૂર રહે છે. આખા ફણગાવેલ ચણા ખાવાથી શરીરમાં પ્રોટીનની માત્રા જળવાઈ રહે છે. તમે તેને સલાડમાં પણ ભેળવી શકો છો. તેમાં પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબર વધુ માત્રામાં હોય છે, જે તણાવને દૂર કરે છે. ફણગાવેલ ચણા ખાવાથી તમે સ્વસ્થ રહેશો.
• ચણામાં આયર્ન અને ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હિમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે. તેને રોજ ખાવાથી લોહીની ઉણપ અને નબળાઈ દૂર થાય છે.
• સુસ્તી અને થાકથી બચવા માટે તથા હંમેશાં એનર્જેટિક રહેવા માટે રોજ ફણગાવેલ ચણા ખાવાથી સ્ફુર્તિનો અનુભવ થઈ શકે છે.
• ફાઇબરયુક્ત ચણા પલાળીને ખાવાથી કબજીયાતની સમસ્યા દૂર થઈ શકે છે.
• યુરિનની સમસ્યામાં પણ ચણા ખાવાથી રાહત મળી શકે છે.
• ભૂખ્યા પેટે ચણા ખાવાથી ગ્લૂકોઝની માત્રા વધતી નથી, જેથી ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે.
• માનસિક તણાવમાંથી પસાર થતાં લોકો માટે ચણા કોઈ ઔષધથી કમ નથી.
• કમળાનાં દર્દી માટે ચણા ફાયદાકારક છે.
• વિટામીનની ઉણપને કારણે થતી લોહીની કમીને દૂર કરવામાં મદદરુપ થઈ શકે છે.
કાળા ચણામાં મેંગેનીઝ, થિયામિન, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ જેવાં ન્યુટ્રિશન્સ હોય છે. તેનાં નિયમિત સેવનથી શરીરને ભરપૂર ઉર્જા મળે છે.
ચણા ખાધા પછી તરત જ આ વસ્તુઓ ન ખાવી:
જો તમે ભૂખ્યાં પેટે ચણા ખાઓ છો તો તે પછી કેટલીક વસ્તુઓથી બચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે:
• દૂધ- ચણા ખાધા પછી દૂધ ન પીવું, આમ કરવાથી સફેદ દાગની સમસ્યા થઈ શકે છે.
• લસણ- તમે રાંધેલ ચણા અને લસણ એકસાથે ખાઈ શકો છો, પરંતુ ચણા ખાધા પછી સૂકું લસણ ન ખાશો, આમ કરવાથી ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે.
• ઈંડા- ચણા અને ઈંડા બંને ઉચ્ચ પ્રોટીનવાળો ખોરાક છે. બંને સાથે જમશો તો રીએક્શન આવી શકે છે, જે પેટ માટે હાનિકારક બની શકે છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.